• મહામારી સમયે પોલીસે કોરોના વોરિયર બનીને તેની સામે લડત આપી હતી
  • તૌકતે વાવાઝોડું આવતા જ દરિયા કાંઠાના વિસ્તારોથી લઈને ગ્રામ્ય વિસ્તારો સુધી પોલીસ તૈનાત કરી દેવામાં આવી
  • વડોદરાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ તૌકતે દરમિયાન લોકોને મદદરૂપ થવા માટે પોલીસની ટિમ પેટ્રોલિંગ કરી રહી છે
  • ચાલુ વરસાદે પોલીસ જવાનો થડ ને ખસેડીને રસ્તો ખોલી કાઢ્યો

Watchgujarat. રાજ્યમાં કોરોના મહામારીના સમયે પોલીસ દ્વારા કરવામાં આવેલી કામગીરીથી સૌ કોઈ વાકેફ છે. હવે પોલીસ તૌકતે વાવાઝોડા સામે પણ લોકોની સુરક્ષા માટે પડકાર ઝીલી રહી છે. વડોદરા ગ્રામ્ય માં આવતા શિનોર પોલીસની ટિમ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન રસ્તામાં આડું પડેલું ઝાડ દૂર કરીને લોકો માટે રસ્તો ખુલ્લો કર્યો હતો. વિડીયો સામે આવતા લોકો દ્વારા પોલીસની કામગીરીની સરાહના કરવામાં આવી રહી છે.

રાજ્ય સરકાર હાલ કોરોના મહામારી અને કુદરતી કહેર તૌકતે વાવાઝોડા સામે પડકાર ઝીલી રહી છે. મહામારી સમયે પોલીસે કોરોના વોરિયર બનીને તેની સામે લડત આપી હતી. કોરોનાની શરૂઆતથી લઈને આજદિન સુધી પોલીસ સરકારના નિયમોના અમલીકરણની કામગીરી કરી રહી છે. દરમિયાન તૌકતે વાવાઝોડું આવતા જ દરિયા કાંઠાના વિસ્તારોથી લઈને ગ્રામ્ય વિસ્તારો સુધી પોલીસ તૈનાત કરી દેવામાં આવી છે. રાજ્યમાં કોરોના મહામારી હોય કે પછી હોય તૌકતે વાવાઝોડાનો પડકાર, ગુજરાત પોલીસ છે હંમેશા તૈયાર તેવું દેખાઇ રહ્યું છે.

વડોદરાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ તૌકતે દરમિયાન લોકોને મદદરૂપ થવા માટે પોલીસની ટિમ પેટ્રોલિંગ કરી રહી છે. પેટ્રોલિંગ દરમિયાન શીનોર મંડવા રોડ, શીનોર સાધલી રોડ, અને ડભોઇ સેગવા રોડ પર વાવાઝોડાની અસરને પગલે વૃક્ષ રસ્તા પર પડી ગયા હતા. જેને લઈને ટ્રાફિક ખોરવાય તેવી સ્થિતિ સર્જાઈ હતી. સમય અને સંજોગોની ગંભીરતાને ધ્યાને રાખીને પેટ્રોલિંગ કરી રહેલા PSI ગાવીત અને તેમની ટિમ દ્વારા જાતે જ ઝાડ હટાવવાની કામગીરી કરવામાં આવી હતી. એક તરફ વરસાદ પડી રહ્યો હતો અને બીજી તરફ ચાલુ વરસાદે પોલીસ જવાનો થડ ને ખસેડીને રસ્તો ખોલી રહ્યા હતા. સમગ્ર ઘટનાનો વિડીયો સપાટી પર આવતા પોલીસની સારી કામગીરીની સરાહના કરવામાં આવી રહી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud