પ્રતાપનગર પોલીસ હેડ ક્વાર્ટર ખાતે મોટી સંખ્યામાં પોલીસ પરિવાર સાથે એકત્ર થઇ "હમારી માંગે પુરી કરો" ના નારા લગાવ્યાં
પોલીસ આંદોલનમાં મહિલાઓ અને નાના બાળકો જોડાયા અને વિશાળ રેલી કાઢતા શહેર પોલીસ દોડતી થઇ
પોલીસ હેડ ક્વાર્ટરથી મોટી સંખ્યામાં રેલી કાઢી બરોડા સુધી પહોંચે તે પહેલાજ અટકાવી દેવાઇ
જોઇન્ટ પોલીસ કમિશ્નર ચિરાગ કોરડિયા, DCP ક્રાઇમ જયદિપસિંહ જાડેજા સહિત અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યાં
શહેરના પોલીસના ઉચ્ચઅધિકારીઓ સ્થળ પર પહોંચી દરમિયાનગીરી કરી મામલો ઠાળે પાડ્યો
મોડી રાત્રે મકરપુરા પોલીસે 30 જેટલા પોલીસ જવાનોની અટકાયત કરી હોવાનુ જાણવા મળી રહ્યું છે.
[caption id="attachment_1419404" align="aligncenter" width="1600"] Gujarat Police Pay Grade Movement in vadodara[/caption]
WatchGujarat. રાજ્યભરમાં પે- ગ્રેડ મુદ્દે પોલીસ આંદોલન ચાલી રહ્યું છે. ત્યારે આંદોલનની આગ હવે વડોદરા પોલીસ હેટ ક્વાર્ટર સુધી પહોંચી છે. જ્યાં મોડી સાંજે પોલીસ પરિવારો સાથે પે-ગ્રેડની માગણી પૂર્ણ કરવા થાડી-વેલાણ વગાડી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. પોલીસ હેડ ક્વાર્ટર ખાતે મોટી સંખ્યામાં પોલીસ પરિવારો સાથે એકત્ર થતાં પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો. જોકે મોટી સંખ્યામાં પોલીસ પરિવારોએ એકત્ર થઇ રેલી પણ કાઢી હતી. પરંતુ પોલીસ અધિકારીઓની સમજાવટ બાદ મામલો એક તબક્કો ઠાળે પડ્યો હતો.
https://youtu.be/SXn0wzFXNZ4
છેલ્લા 4થી 5 દિવસથી ગુજરાતમાં પે-ગ્રેડ મામલો પોલીસ આંદોલન ચાલી રહ્યું છે. દિવસે-દિવસે હવે આ આંદોલન ઉગ્ર બની અન્ય શહેરોમાં સુધી પહોંચી રહ્યું છે. ખાસ કરીને અમદાવાદમાં પોલીસ પરિવારનો આક્રોશ વધુ જોવા મળી રહ્યો છે. તેવામાં આંદોલનની આગ વડોદરા સુધી પહોંચતા મોડી સાંજે પ્રતાપનગર પોલીસ હેટ ક્વાર્ટર ખાતે મોટી સંખ્યા પોલીસ પરિવારો સાથે એકત્ર થયા હતા.
[caption id="attachment_1419410" align="aligncenter" width="1440"] JCP Chirag Koradiya & DCP Crime JaydeepSinh Jadeja[/caption]
આંદોલનમાં જોડાવવા અને પડતર માંગણી સ્વીકારવા માટે અનેક વખત સરકારને રજૂઆત કરવા છતાં કોઇ સંતોષકારક પરિણામ ન આવતા પોલીસ પરિવાર સાશે આંદોલનનો માર્ગ અપનાવ્યો છે. જેમાં મહિલા અને બાળકો પણ આ આંદોલનમાં શામેલ થયા છે.
[caption id="attachment_1419408" align="aligncenter" width="1440"] Vadodara, Pratapnagar Head Quarter[/caption]
તેવામાં હાલમાં રાજ્યભરમાં ચાલી રહેલા પોલીસ આંદોલન હાલ પુરતું મોકૂફ રાખ્યું હોવાના ખોટા મેસેજ વાઇરલ થયા છે. પરંતુ હજુએ આંદોલન વધુ ઉગ્ર બનતો જોવા મળી રહ્યો છે. પોલીસ આંદોલન મુદ્દે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું હતુ કે, પોલીસનો પરિવાર મારો પરિવાર છે. જેમ મારા પરિવારને મળુ છું, એમ એમને પણ મળતો આવું છું. આવતીકાલે 11 વાગે ગાંધીનગર ખાતે ગૃહમંત્રી હર્ષ સંઘવી પોલીસ પરિવારને મળશે.
[caption id="attachment_1419409" align="aligncenter" width="1440"] Vadodara, Pratapanagar Police Head Quarter[/caption]
હવે જોવાનુ રહ્યું કે, ગૃહમંત્રી હર્ષ સંઘવી આવતીકાલે પોલીસ પરિવારને મળ્યાં પછી પોલીસ જવાનોની પડતર માંગણી સ્વીકારમાં આવે છે કે, પછી આંદોલન વધુ ઉગ્ર બનશે તે જોવાનુ રહ્યું.