તૌકતે વાવાઝોડાને પગલે નિચાણ વાળા વિસ્તારમાં રહેતા લોકોનુ સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે.
રાજકોટ રૂરલ પોલીસ દ્વારા પડધરીના નિચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોનુ સ્થળાંતર કરાવવા પહોંચ્યા હતા.
WatchGujarat. શહેર અને જિલ્લામાં તૌકતે વાવાઝોડાની આગાહીને પગલે વહીવટી તંત્ર સતર્ક બન્યું છે. અને પોલીસ દ્વારા નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત રૂરલ પોલીસની સંવેદનશીલતાનો એક વિડીયો સામે આવ્યો છે. જેમાં એક પોલીસ કર્મચારીએ ચાલી નહીં શકતા વૃદ્ધાને પોતાના ખભે ઊંચકી સ્થળાંતર કરવામાં મદદ કરી હતી. આ વિડીયો વાયરલ થતા લોકો પોલીસની કામગીરીની ભારોભાર પ્રશંસા કરી રહ્યા છે.
https://youtu.be/d-E18h5Iv8c
વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, પોલીસ કર્મચારી નીચાણવાળા વિસ્તારમાંથી લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી કરી રહ્યા છે. દરમિયાન વૃદ્ધા ચાલી નહીં શકતા હોવાથી પોલીસ કર્મચારીએ તેમને પોતાના ખભે ઊંચકી લીધા છે. અને આ કર્મચારી કોઈ વાહનની મદદ લીધા વિના ચાલીને જ વૃદ્ધાને સલામત સ્થળે ખસેડી રહ્યો છે. ત્યાં હાજર રહેલા લોકો પણ પોલીસ કર્મચારીની આ કામગીરી જોઈને પ્રભાવિત થયા હતા.
જાણવા મળી રહેલી વિગતો મુજબ પોલીસ જવાન જસમત માંન્કોલીયા તેમજ સુભાષ ડાભી સહિતના પોલીસકર્મીઓ દ્વારા પડધરીનાં નીચાણવાળા ક્ષેત્રોમાં રહેતા લોકોનું સ્થળાંતર કરાવવામાં આવી રહ્યું હતું. આ દરિયાન એક વૃદ્ધા ચાલવા માટે અશક્ત હોવાથી તેનો પરિવાર ચિંતામાં મુકાયો હતો. જો કે પરિવારની આ મુશ્કેલીની જાણ થતાં જ એક પોલીસ કર્મચારીએ ત્યાં પહોંચી આ વૃદ્ધાને પોતાના ખભે ઊંચકી લીધા હતા. અને પરિવારને કહ્યું હતું કે, તમે ચાલવા લાગો માજીને હું પહોંચાડી દઈશ. આ ઘટનાને કોઈએ તેના મોબાઈલમાં કેદ કરી લેતા તેનો વિડીયો સોશિયલ મિડિયામાં ભારે વાયરલ થયો છે.