• તૌકતે વાવઝોડાએ સમગ્ર રાજ્યમાં તબાહી મચાવી દીધી
  • ભારે પવન અને વરસાદ વચ્ચે અનેક લોકો અટવાયા
  • વડોદરા પોલીસ નિરાધારોના વ્હારે આવી અને ખાખીમાં પણ માનવી હોવાનો દાખલો બેસાડ્યો

WatchGujarat. કોરોનાની અતિગંભીર પરિસ્થિતિ વચ્ચે ગુજરાતને તૌકતે વાવાઝોડાનો સામનો કરવાનો વારો આવ્યો હતો. સોમવાર રાતથી ઉત્તર ગુજરાતના અનેક શહેરો અને દરિયાકાંઠા વિસ્તારોની પરિસ્થિતિ દયનીય બની હતી. તૌકતે વાવાઝોડાની અસર મધ્ય ગુજરાતમાં પણ જોવા મળી હતી. ભારે પવન સાથે વરસાદ વરસતા મજૂરી કામ કરતો પરિવાર રસ્તા પર આવી ગયો હતો. વાતાવરણને જોતા એસ.ટી બસ સેવા પર રોક લગાવી દેવામાં આવતા અનેક મુસાફરો પર પણ અટવાયા હતા. વાવઝોડાના કારણે સર્જાયેલી આ તારાજી વચ્ચે ખાખીમાં પણ માનવી છે તે વડોદરા પોલીસે દાખવ્યું છે.

આમ તો પોલીસનુ કામ કાયદો અને વ્યવસ્થા જાળવવાનુ છે. પરંતુ કોરોના હોય કે પછી પુરી સ્થિતિ કે પછી તૌકતે વાવઝોડાની તબાહી પોલીસ હમશે પ્રજાની મદદે પહોંચે છે. વડોદરાના ગ્રામ્ય વિસ્તારોની વાત કરવામાં આવે તો તૌકતે વાવઝોડાના કારણે અનેક વૃક્ષો ધરાશાયી થયા હતા. જેથી વાહન વ્યવહાર ખોરવાયો હતો. આવા સંજોગોમાં મદદ માટે રાહ જોવા કરતા વડોદરા ગ્રામ્ય પોલીસના જવાનો જાતે જ ધરાશાયી થયેલા વૃક્ષોને હટાવવાની કામગીરીમાં લાગ્યા હતા.

તૌકતે વાવાઝોડાના કારણે ઝૂપડામાં રહેતા પરિવારોની હાલત કફોડી બની હતી. વડોદરા શહેરમાં મજૂરી કામ કરવા આવેલો પરિવાર પતરાનુ ઝૂપડુ બાંધી રહેતો હતો. મંગળવાર સવારથી જ શહેરમાં ભારે પવન ફુંકાતા આ પરિવારના ઝૂપડાના પતરા વાવાઝોડામાં ઉડી જતા માસૂમ બાળકી સાથે માતા-પિતા રસ્તા પર આવી ગયા હતા. ભારે પવન સાથે વરસાદ વરસતા કાળઝાળ ગરમી વચ્ચે વાતાવરણ ઠંડુ ગાર બની ગયું હતુ. જેથી ભરતભાઇ રાવત પત્ની અને બાળક સાથે અલકાપુરી સ્થિત બંધ દુકાન બહાર તાપણુ કરવા મજબૂર બન્યા હતા. આ સમયે લક્ષ્મીપુરા પોલીસના કર્મીઓની નજર તેમના ઉપર પડતા બાળક સાથે માતા પિતાને સલામત સ્થળે લઇ જઇ રહેવા સાથે જમવાની પણ વ્યવસ્થા કરી આપી હતી.

પોલીસમાં માનવી છુપાયેલો છે, તેનો પુરાવો આપતી બીજી ઘટના પણ શહેરમાં બનવા પામી હતી. તૌકતે વાવાઝોડાના કારણે એસ,ટી બસ સેવા બંધ કરી દેવામાં આવી હતી. જેથી 200 ઉપરાંત મુસાફરો વડોદરા બસ ડેપો ખાતે ભૂખ્યા તરસ્યા અટવાયા હતા. તેવામાં સયાજીગંજ પોલીસની ટીમ આ મુસાફરો માટે જમવા સાથે ચા-નાસ્તાની પણ વ્યવસ્થા કરી આપમાં હતી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud