વિજય રૂપાણીએ એકા એક મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપી દેતા નવા મુખ્યુપ્રધાન અંગે અનેક નામોની ચર્ચા
રાજ્યના નવા મુખ્યમંત્રીની રેસમાં પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર પાટીલનુ નામ પણ વહેતુ થયુ
સી.આર પાટીલે આ મામલે એક વીડિઓ જાહેર કરી સ્પષ્ટતા કરી છે.
WatchGujarat. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે બપોરે મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપી દીધું છે. જે બાદ રાજકીય વર્તુળોમાં નવા મુખ્યમંત્રી તરીકે અનેક નામોની ચર્ચા ચાલી રહીં છે. જેમાં એક નામ પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર પાટીલનુ પણ છે. જોકે રાજ્યના નવા મુખ્યમંત્રી તરીકે કોણી પસંદગી કરવામાં આવશે તે તો કદાચ ગૃહમંત્રીની બેઠક બાદ જ નક્કી થશે. પરંતુ તે પહેલા જ સી.આર પાટીલે પોતાના નામ અંગેની સ્પષ્ટતા કરી દીધી છે.
https://youtu.be/07sQWo7VG7Y
ગુજરાતના મુખ્યમંત્રી તરીકે કેટલીક હદે સફળ કામગીરી કરનાર વિજય રૂપાણીએ કયા કારણોસર રાજીનામુ આપી દેવુ પડ્યું તે ખુબ મોટો સવાલ છે. આગામી 2022ની ચુંટણી મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના નેતૃત્વ હેઠળ લઢવામાં આવશે તેવી જાહેરાત ગત ઓગષ્ટ મહિનામાં ખુદ સી.આર પાટીલે કરી હતી. જોકે આ વાતને હજી એક મહિનો પણ પૂર્ણ થયો નથી ત્યાં તો વિજય રૂપાણીએ આજે બપોરે મુખ્યમંત્રી પદેથી એકા એક રાજીનામુ આપી દેતા લોકો આશ્ચર્યમાં મુકાયા છે.
વિજય રૂપાણીએ રાજીનામુ આપી દેતા હવે કોણ ? તેવો સવાલ આજે ગુજરાતની દરેક જનતાને સતાવી રહ્યો છે. તેવામાં નવા મુખ્યમંત્રી તરીકે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા, પરસોત્તમ રૂપાલા, સી.આર પાટીલ, નીતિન પટેલ, પ્રફુલ પટેલ, ગોરઘન ઝડફીયા જેવા અનેક નામો ચર્ચામાં છે. ત્યારે આ નામો પૈકી કોઇએ પણ મુખ્યમંત્રી બનવા બાબતે સ્પષ્ટતા કરી નથી. પરંતુ પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર પાટીલે આ અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે, આજે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ પોતાના પદ ઉપરથી રાજીનામુ આપ્યું છે. સ્વાભાવિક પણે નાવ મુખ્યમંત્રી માટેની વાતો મીડિયામાં અને ચેનલો ઉપર ચાલી રહીં છે, કેટલાક નામો પૈકી એક નામ મારૂ પણ વહેતુ થયું છે. હું આપણે આ વીડિઓ દ્વારા ક્લીયર કરવા માગુ છું કે હું આવી કોઇ પણ હરીફાઇમાં નથી, પરંતુ નવા મુખ્યમંત્રી પાર્ટી તરફથી જે નક્કી કરવામાં આવશે, તેમણે વિજયભાઇ રૂપાણી સાથે મળીને અમે અમારો આવનાર ઇલેકશનમાં 182માંથી 182 સીટ જીતવાનો ટાર્ગેટ છે તે ચોક્કસ પણે પૂર્ણ કરીશું અને પુરી તાકાત સાથે કામ કરીશું.
- વિજય રૂપાણીએ એકા એક મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપી દેતા નવા મુખ્યુપ્રધાન અંગે અનેક નામોની ચર્ચા
- રાજ્યના નવા મુખ્યમંત્રીની રેસમાં પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર પાટીલનુ નામ પણ વહેતુ થયુ
- સી.આર પાટીલે આ મામલે એક વીડિઓ જાહેર કરી સ્પષ્ટતા કરી છે.