• રાજ્યના 94 જળાશયોમાં અત્યાર સુધી 25 ટકાથી ઓછું પાણી એકઠું થયું
  • ચોમાસાનો દોઢ મહિનાનો અત્યારે 10 ઈંચ જ વરસાદ થયો છે
  • ગુજરાતનાં 207 જળાશયોમાંથી માત્ર 4 જળાશય 100% ભરેલાં છે, હાલમાં કુલ જળસંગ્રહ 47.26% છે
  • 9 વર્ષ પછી રાજ્યમાં સૌથી ઓછો વરસાદ નોંધાયો, હજી પણ 36 ટકા જેટલી વરસાદની ઘટ

WatchGujarat. છેલ્લા કેટલાય દિવસોથી રાજ્યમાં લોકો સારા વરસાદની રાહ જોઈ રહ્યા છે. ત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ લોકોએ હજી પણ સારા વરસાદ માટે રાહ જોવી પડશે. તમને જણાવી દઈએ કે આગામી 5 દિવસ દરમિયાન રાજ્યમાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી છે. આ ઉપરાંત 4 ઓગસ્ટ પછી રાજ્યમાં વરસાદની તિવ્રતામાં વધારો થઈ શકે છે. પરંતુ હાલમાં રાજ્યમાં કોઈ સિસ્ટમ સક્રિય ન હોવાથી સામાન્ય વરસાદ જ રહેશે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં હજી પણ 36 ટકા જેટલી વરસાદની ઘટ છે.

આ અંગે હવામાન વિભાગ દ્વારા મળતી માહિતી મુજબ ગુજરાતમાં આગામી 5 દિવસ ક્યાંક હળવાથી મધ્યમ ઝાપટાં પડી શકે છે. જ્યારે ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં બે દિવસ હળવા વરસાદની આગાહી છે. તેમજ સૌરાષ્ટ્ર-કચ્છમાં પણ છૂટાછવાયા ઝાપટા વરસી શકે છે.

રાજ્યમાંથી અત્યાર સુધીમાં નોંધાયેલા વરસાદના આંકડા

કચ્છમાં                           5.51 ઈંચ

ઉત્તર ગુજરાતમાં            8.70 ઈંચ

પૂર્વ મધ્ય ગુજરાતમાં      10.70 ઈંચ

સૌરાષ્ટ્રમાં                       9.25 ઈંચ

દક્ષિણ ગુજરાતમાં         22.55 ઈંચ

આ સાથે રાજ્યમાં મોસમનો સરેરાશ 39.18 % વરસાદ નોંધાઇ ચૂક્યો છે.

તમને જણાવી દઈએ કે રાજ્યમાં ગત વર્ષે 2 ઑગસ્ટ સુધી 42.90% વરસાદ થયો હતો. જેની સરખામણીએ આ વખતે 7.24% ઓછો વરસાદ નોંધાયો છે. મહત્વનું છે કે સરેરાશની સામે રાજ્યમાં 36% વરસાદની ઘટ છે. રાજ્યમાં તમામ 33 જિલ્લાઓમાં સરેરાશથી ઓછો વરસાદ છે. તેમજ 11 જિલ્લાઓમાં વરસાદની 50%થી પણ વધારે ઘટથી લોકોમાં ચિંતા વધી છે. નોંધનીય છે કે છેલ્લાં 9 વર્ષની સરખામણીએ આ વર્ષે જુલાઇમાં સૌથી ઓછો વરસાદ છે.

ગુજરાતના જળાશયોમાં હાલના કુલ જળસંગ્રહના આંકડા

સરદાર સરોવર ડેમમાં       46.52%

ઉત્તર ગુજરાતમાં               24.50%

મધ્યમાં                             42.90%

દક્ષિણમાં                         57.08%

કચ્છમાં                            23.82%

સૌરાષ્ટ્રમાં                        41.07%

ચિંતાજનક બાબત છે કે રાજ્યના કુલ 207 જળાશયોમાંથી માત્ર 4 જળાશય જ 100% ભરેલાં છે. જેમાં 25 ડેમોમાં જ 70%થી વધુ પાણી છે. આ ઉપરાંતના 94 જળાશયોમાં 25%થી પણ ઓછું પાણી સંગ્રહ છે. ત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 5 દિવસ સુધી રાજ્યમાં સારો વરસાદ થાય એવા કોઇ એંધાણ નથી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud