• શહેરના 80 ફૂટ રોડ પર મોડી રાત્રે બનેલી દુખઃદ ઘટના
  • બાઇક ચાલક કોર્પોરેશનના કર્મચારીનુ અકસ્માતમાં ઘટના સ્થળે જ મોત નિપજ્યું

WatchGujarat શહેરનાં 80 ફૂટનાં રોડ પર આવેલા અમુલ સર્કલ ખાતે મોડીરાત્રે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જેમાં પુરપાટ ઝડપે આવતી BMW કારે હડફેટે લેતા ફંગોળાયેલા બાઇક સવારનું ગંભીર ઈજાને પગલે ઘટના સ્થળે કમકમાટીભર્યું મોત નિપજ્યું છે. ઘટનાને પગલે લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા. અને પોલીસ તેમજ 108ને જાણ કરવામાં આવી હતી. જોકે 108 પહોંચે તે પહેલાં જ બાઈક ચાલક યુવકનું પ્રાણ પંખેરૂ ઉડી ગયું હતું.

ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસનો કાફલો દોડી ગયો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક રૈયાગામનાં રહેવાસી 40 વર્ષીય જેન્તીભાઈ રાઠોડ હોવાનું સામે આવ્યું છે. તેઓ કોર્પોરેશન ખાતે ઢોર પકડવાની પોતાની નોકરી પુરી કરીને ઘર તરફ જતા ત્યારે જ કાળ બનીને આવેલી BMW કારની ઠોકરે જીવ ગુમાવ્યો હતો.

પોલીસે મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે ખસેડી BMW કારનાં ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. બીજીતરફ મકરસંક્રાંતિનાં પર્વનાં એક જ દિવસ પહેલા સ્વજનનું મોત નિપજતાં પરિવારજનોમાં આક્રંદ છવાયો છે. અકસ્માતને નજરે જોનારાઓએ જણાવ્યા મુજબ કારનો ચાલક પુરપાટ ઝડપે આવતો હોય મૃતકને કોઈ બચાવ કરવાનો અવસર જ મળ્યો નહોતો. અને ગણતરીની મિનિટોમાં તેઓનું મોત થયું હતું.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud