• વન વિભાગની તપાસમાં મુજબ 5થી 6 સિંહોનુ અલગ ગ્રુપ હોવાનુ અનુમાન
  • રાજકોટની હદમાં વિહરતા સિંહની સંખ્યા વધીને 8 થઇ હોવાનુ વન વિભાગનુ અનુમાન

#Rajkot વડાળી ગામે પહોંચેલા સિંહોએ વાછડીનું મારણ કરતા સ્થાનિકોમાં ફફડાટ
WatchGujarat છેલ્લા બે મહિનાથી જંગલનાં રાજા જિલ્લા ભરના ગામોમાં ફરી રહ્યા છે. તો આ સાથે જ સિંહોના નવા ગ્રુપ પણ રાજકોટનાં ગામો તરફ વળ્યા છે. ત્યારે આવા જ પાંચ સિંહોનું ગૃપ ગઈકાલે બામણગઢ ખાતે જોવા મળ્યું હતું. આજે આ ગ્રુપ વડાળીમાં પહોંચ્યું છે. અને વાછડીનું મારણ કર્યું હતું. જેને લઈને ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે. બે દિવસ પહેલા પણ સિંહોના અન્ય એક ગ્રુપે બે વાછડીનું મારણ કર્યું હતું. ત્યારે બીજું ગ્રુપ પણ આ વિસ્તારમાં જોવા મળતા લોકોમાં ભય જોવા મળી રહ્યો છે. #Rajkot

#Rajkot વડાળી ગામે પહોંચેલા સિંહોએ વાછડીનું મારણ કરતા સ્થાનિકોમાં ફફડાટ

ગ્રામજનોએ જણાવ્યા મુજબ, આ ગ્રુપમાં 10 સિંહ છે. પણ વન વિભાગની તપાસ મુજબ આ 5-6 સિંહોનું અલગ ગ્રુપ છે. જે બામણગઢ, ખારચિયા તેમજ બાવા પીપળિયાનાં વીડી વિસ્તારમાં ફરી રહ્યું છે. હજુ સુધી તેમણે ગામની અંદર કોઈપણ મારણ પણ નથી કર્યું. વન વિભાગના જણાવ્યા અનુસાર હાલ રાજકોટની હદમાં વિહરતા સિંહની સંખ્યા 8 થઈ છે. આ તમામ ગ્રુપ પાઠડાઓના છે એટલે કે પોતાના પરિવારમાંથી દૂર કરાયેલા યુવા સિંહ છે. તેમજ તેમણે નવા વિસ્તાર તરીકે રાજકોટ જિલ્લાને પસંદ કર્યુ હોય તેવું લાગી રહ્યું છે. #Rajkot

ઉલ્લેખનીય છે કે, છેલ્લા લગભગ બે મહિનાથી આ સિંહોએ રાજકોટ જિલ્લામાં ધામા નાખ્યા છે. તેમજ અત્યાર સુધીમાં 40થી વધુ મારણ કર્યા છે. આજરોજ વડાળી ગામમાં સિંહોએ એક વાછડીનું મારણ કર્યુ હતું. જ્યારે બે દિવસ પહેલા પણ સિંહોએ વડાળી ગામમાં બે વાછડીઓનું મારણ કર્યુ હતું. ઘટનાની જાણ થતાં વનવિભાગની ટીમ અને પોલીસ કાફલો વડાળી ગામ પહોંચ્યો છે અને સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે.

More #Vadali village #asiatic #lion #group #rajkot #range #Gujaratinews #Watchgujarat
Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud