રાજકોટ. સિવિલનાં કોવિડ વિભાગમાં દર્દીને અપાતા ભોજનમાં મરેલો મંકોડો હોવાનો વિડીયો વાયરલ થયો છે. રોટલી સાથે વણાઈ ગયેલો આ મંકોડો જોઈ દર્દીએ ભોજન છોડી દીધું હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. જેને લઈને કોરોનાનાં દર્દીઓની શ્રેષ્ઠ સારવાર આપવાના તંત્રના દાવાઓની પોલ ખુલી છે. અને શું આવી રીતે કોરોના સામે લડી શકાશે ? જેવા સવાલો લોકોમાં ઉઠી રહ્યા છે. જો કે જવાબદાર અધિકારીઓ આ બાબતે મૌન બની ગયા છે.
સિવિલનાં કોવિડ વિભાગમાં સારવાર લેતા દર્દીઓને અપાતા ભોજનને લઈને અવારનવાર અનેક સવાલો ઉઠતા હોય છે. અગાઉ સ્વામિનારાયણ મંદિરમાંથી ભોજન આવતું હતું. બાદમાં એક હોટલ સાથે કોન્ટ્રાકટ કરીને દર્દીઓને સારામાં સારૂ ભોજન અપાતું હોવાનાં દાવાઓ કરાયા હતા. અહીં સારવાર લેનાર રાજકીય મહાનુભાવો તંત્રની કામગીરીનાં વખાણ કરી રહ્યા છે. ત્યારે દર્દીનાં ભોજનમાં મંકોડાનો આ વીડિયો સામે આવતા કોવિડ હોસ્પિટલનાં રસોડાને લઈ મોટી-મોટી વાતો કરતા તંત્રની પોલ ખુલી ગઈ છે.
ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ દર્દીઓ માટે ભોજન બનાવતા રસોડાનો વિડીયો સામે આવ્યો હતો. બાદમાં કોવિડ હોસ્પિટલમાં મીડિયા માટે પણ પ્રવેશબંધી લાગુ કરવામાં આવી છે. પરંતુ તેમ છતાં બેદરકારી છાપરે ચડીને પોકારતું હોય તેમ આ વીડિયો સામે આવતા લોકોમાં પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે.
https://youtu.be/UIAGw89roSM