સિવિલ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલી મહિલાનુ 2 મેના રોજ મોત નિપજ્યું હતુ.
મહિલા પાસે અંતિમ સમય સુધી મોબાઇલ ફોન હતો જે મૃત્યુ બાદ ગાયબ થઇ ગયો હતો.
મહિલાના પરિવારજનોએ સિવિલ હોસ્પિટલને આ મામલે જાણ કરતા પોલીસ તપાસ હાથ ધરી હતી.
WatchGujarat. કોરોના કાળમાં એકબીજાને મદદરૂપ થવાને બદલે જેને મદદ કરવાનું કામ મળ્યું છે. તેવા લોકો પણ માનવતા ચુક્યા છે. ઇન્જેક્શન-બેડ તેમજ દવાઓની કાળાબજારી સહિતના અનેક કિસ્સાઓ સામે આવી ચુક્યા છે. ત્યારે આટલું ઓછું હોય તેમ મોતનો મલાજો જાળવ્યા વિના શહેરની સિવિલ હોસ્પિટલમાં મૃતદેહ પાસે રહેલા મોંઘાદાટ મોબાઈલની ચોરી થયાની ઘટના સામે આવી હતી. જોકે પ્રદ્યુમનનગર પોલીસે આ મુદ્દે સિવિલ હોસ્પિટલનાં અટેન્ડન્ટને ઝડપી પાડ્યો છે. અને તેની પાસેથી ચોરી થયેલો iPhone 11 મોબાઈલ કબજે કરવામાં આવ્યો છે.
આ અંગે પ્રદ્યુમનનગર પોલીસનાં જણાવ્યા અનુસાર સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલી એક કોરોના સંક્રમિત મહિલાનું બીજી એપ્રિલના રોજ મૃત્યુ નીપજ્યું હતું. કોરોના સંક્રમિત મહિલા પાસે એક iPhone 11 હતો. જે તેના અંતિમ સમય સુધી તેની પાસે રહ્યો હતો. અચાનક તે ફોન ગાયબ થતાં તેના પરિવારજનોએ આ મામલાની જાણ સિવિલ હોસ્પિટલ તેમજ પ્રદ્યુમનનગર પોલીસને પણ કરી હતી. જેને લઈને જ પોલીસ દ્વારા મહિલા જે વોર્ડમાં દાખલ હતી ત્યાં ફરજ પર હાજર રહેલા સ્ટાફની પૂછપરછ કરાઈ હતી. તેમજ સીસીટીવી ફૂટેજ પણ તપાસવામાં આવ્યા હતા.
દરમિયાન અભિલાષભાઈ મનોજભાઈ ચાવડા નામના અટેન્ડન્ટની પૂછપરછ કરતાં તે ગેંગેફેંફે કરવા લાગ્યો હતો. અને તેની વધુ સઘન પૂછપરછ થતા તેણે જ ફોનની ચોરી કર્યાની કબૂલાત આપી ચોરી કરેલો ફોન પણ પોલીસને સોંપી દીધો હતો. હાલ પ્રદ્યુમનનગર પોલીસે આરોપીની ધરપકડ કરી તેની વધુ પૂછપરછ હાથ ધરી છે. અને અગાઉ પણ આરોપીએ કોરોના દર્દીનું મૃત્યુ થયા બાદ તેની પાસેની વસ્તુઓ કે રોકડની ચોરી કરી છે કે કેમ? તે સહિતના મુદ્દે તપાસ કરવામાં આવી રહી છે.