• 30 વર્ષ કરતા વધુ સમયથી વિજય રૂપાણી કોલેજકાળના 12 મિત્રો અને પરિવાર સાથે ઉત્તરાયણની ઉજવણી કરતા હતા
  • અભય ભારદ્વાજને મુખ્યમંત્રીએ ઓડિયો સંદેશો મોકલી ‘જલ્દીથી સાજો થઇ પરત આવ, ઉત્તરાયણમાં સાથે પતંગ ઉડાવવાની છે…’


WatchGujarat રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી વર્ષોથી પોતાના કોલેજકાળ સમયથી તેમના 12 મિત્રોના ડર્ટી ડઝન નામથી જાણીતા ગૃપ સાથે મળીને ઉત્તરાયણની ઉજવણી કરતા હોય છે. પરંતુ આ વર્ષે તેમના અંગત મિત્ર અને રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજના નિધનના કારણે તેઓ પોતાના ડર્ટી ડઝન ગૃપની સાથે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવાના નથી.

સામાન્ય રીતે સીએમ વિજય રૂપાણી અમદાવાદ ખાતે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી બાદમાં સાંજના સમયે રાજકોટ આવી તેમના ડર્ટી ડઝન ગૃપની સાથે મળીને ઉત્તરાયણ પર્વ માનવતા હોય છે. છેલ્લા 30 કરતા વધુ વર્ષોથી કોલેજકાળના 12 મિત્રો અને તેમના પરિવારો સાથે મળી ઉત્તરાયણ પર્વની ઉજવણી કરતા હોય છે. ગતવર્ષે પણ તેમણે રાજ્યસભાનાં સાંસદ અભય ભારદ્વાજના ઘરે બધા મિત્રો સાથે મળી આ પર્વની ઉજવણી કરી હતી. એટલું જ નહિ, પાછલા વર્ષે અભય ભારદ્વાજની દીકરીના લગ્ન નજીક હોવાથી સાંજીની પરંપરા કરી સંગીત સંધ્યામાં ગીતો ગાઇ પારિવારિક માહોલમાં ખૂબ આનંદ ઉત્સાહથી પર્વ મનાવ્યો હતો.

જોકે આ સમયે ના તો અભય ભારદ્વાજને ખબર હતી કે, ના તો મુખ્યમંત્રીને ખબર હતી કે આ ઉત્તરાયણ પર્વ તેમની છેલ્લી યાદી બની રહેશે. અભય ભારદ્વાજને કોરોના થયા બાદ વધુ સારવાર અર્થે ચેન્નઇ ખસેડવામાં આવ્યા હતા. આ સમયે પણ ડોકટરની સલાહ મુજબ તેમના અંગત મિત્રોના અવાજ સંભળાવવા તબીબોએ સલાહ આપી હતી. જેમાં મુખ્યમંત્રીએ ઓડિયો સંદેશો મોકલી ‘જલ્દીથી સાજો થઇ પરત આવ, ઉત્તરાયણમાં સાથે પતંગ ઉડાવવાની છે…’ વાક્યનો સંદેશો મોકલ્યો હતો.

 

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud