• એટેન્ડન્ટ એક સાથે હડતાળ ઉપર ઉતરતા દર્દીઓ નિઃસહાય બન્યાં
  • મહિલા એડેન્ડન્ટે ગંભીર આક્ષેપો કર્યાં અને કોન્ટ્રાકટરે તમામ આક્ષેપ પાયાવિહોણા ગણાવી દીધા

WatchGujarat. સિવિલ હોસ્પિટલ ખાતે ગુરુવારે મોડીરાત્રે 50 જેટલા એટેન્ડન્ટ એકસાથે હડતાળ ઉપર ઉતર્યા હતા. જેને પગલે કોરોનાનાં દર્દીઓ નિઃસહાય બન્યા હતા. આ એટેન્ડન્ટની હડતાળ આજે સતત બીજા દિવસે પણ યથાવત રહી છે. આજે મીડિયા સાથેની વાતચીતમાં મહિલા એટેન્ડન્ટ દ્વારા ગંભીર આક્ષેપો કરાયા હતા. જો કે કોન્ટ્રાક્ટરે આ તમામ આક્ષેપોને પાયાવિહોણા ગણાવી છુટા કરી દેવાયા હોવાનું કહ્યું હતું.

મહિલા એટેન્ડન્ટનાં જણાવ્યા મુજબ, કોવિડ વોર્ડમાં ડ્યુટી સંભાળ્યાં બાદથી અમારી મુશ્કેલીઓ વધી ગઈ છે. જેમાં નવા એસઆઈ સહિત ઉપરી અધિકારીઓ ગેરવર્તન કરે છે. કોવિડ વોર્ડમાં જોખમ હોવા છતાં પણ માસ્ક નીચે કરીને ફેઈસ બતાવવા કહેવામાં આવે છે. રાતના સમયે સુતા હોઈએ તો પાટા મારીને ઉઠાડવામાં આવે છે. આવો અસહ્ય અત્યાચાર થતો હોવાને લઇ અમારે હડતાળ પર ઉતરવાની ફરજ પડી છે.

બીજીતરફ એમ.જે.સોલંકીએ આ તમામ આક્ષેપોને નકારતા કહ્યું હતું કે, કોરોના મહામારીને પહોચી વળવા માટે અને દર્દીઓની સાર સંભાળ માટે આઉટસોર્સનાં સ્ટાફનો વધારો કરાયો હતો. બાદમાં સરકાર દ્વારા છુટા કરવાના આદેશના પગલે 1 માસના ઓર્ડર પર એટેન્ડન્ટ તરીકે રખાયેલાઓને છુટા કરવામાં આવ્યા હતા. જેને લઈને ઉપરી એસઆઇ દ્વારા મોબાઇલ નંબરની માંગ કરવા તેમજ સિક્યુરિટી દ્વારા ધમકી અપાતી હોવાના વાહીયાત આક્ષેપ કરાઈ રહ્યા છે. જેમાં કોઈ હકીકત નથી.

કોરોની કપરી પરિસ્થિતીને ધ્યાને લઇ સરકારના આદેશ અનુસાર એક માસના ઓર્ડર સાથે એટેન્ડન્ટની ભરતી કરવામાં આવી હતી. જેઓનો સમય પુરો થતા અને સરકાર દ્વારા છુટા કરવાના હુકમના પગલે છુટા કરતા તેઓ દ્વારા વ્યવસ્થા ખોરવવા પ્રયાસ કરાઈ રહ્યા છે. તેમાં પણ ગતરાતે હડતાલ પાડનારને છુટા કરી તેમની જગ્યાએ અન્ય સ્ટાફની ભરતી કરવામાં આવતા તેઓ વધુ રોષે ભરાયા છે. તેમજ હડતાલમાં અન્ય સ્ટાફને જોડી ચૌધરી હાઇસ્કૂલ ખાતે એકઠા થયા છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud