જીઆરડી જવાન રાજેશ બાબુભાઈ પીઠડીયા રૂા.100-100 ઉઘરાવતો હોવાનો વિડીયો વાયરલ થયો હતો.
SP બલરામ મીણાએ તાત્કાલીક પગલા ભરી તોડબાજ જીઆરડી જવાનને નોકરીમાંથી છૂટ્ટો કર્યો
રાજકોટ. ગ્રામ રક્ષક દળ(GRD)ના અમુક લેભાગુ જવાનો ‘ખાખી’ ડ્રેસની આડમાં લોકો પાસેથી ઉઘાડી લૂંટ કરતા હોવાના બનાવો અગાઉ પણ સામે આવી ચૂક્યા છે. ત્યારે આવો વધુ એક બનાવ શાપર-વેરાવળ માંથી સામે આવ્યો છે. જેમાં જીઆરડી જવાન વાહન ચાલકો પાસેથી ઉઘરાણા કરતો હોવાનો વિડીયો વાયરલ થયો હતો. જેના પગલે SP બલરામ મીણાએ તાત્કાલીક પગલા ભરી તોડબાજ જીઆરડી જવાનને નોકરીમાંથી છૂટ્ટો કરી ઘર ભેગો કરી દીધો છે.
જાણવા મળતી વિગત મુજબ શાપર-વેરાવળમાં વાહન ચાલકો પાસેથી જીઆરડી જવાન રાજેશ બાબુભાઈ પીઠડીયા રૂા.100-100 ઉઘરાવતો હોવાનો વિડીયો વાયરલ થયો હતો. જવાનને પૈસા ઉઘરાવવાની સત્તા ન હોવા છતાં ખાખીની આડમાં વાહન ચાલકો પાસેથી લૂંટ ચલાવતો હોવા અંગે કોઈક જાગૃત નાગરિકે વિડીયો બનાવી વાયરલ કર્યો હતો.
https://twitter.com/watchgujarat/status/1325003274089476096?s=21
આ વીડિયોનાં આધારે શાપર પોલીસ મથકના PSI કુલદિપસિંહ ગોહિલે તોડબાજ જીઆરડી રાજેશ બાબુ પીઠડીયા વિરૂધ્ધ SPને રીપોર્ટ કર્યો હતો. જેને પગલે જીલ્લા પોલીસ વડા બલરામ મીણાએ GRD રાજેશ પીઠડીયાનું સભ્યપદ રદ કરી તેની નોકરીમાંથી હકાલપટ્ટી કરવા આદેશ કર્યો છે. SP નાં આદેશને લઈને લાંચિયા કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો છે.
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જીઆરડી જવાનોનાં અનેક પરાક્રમો સામે આવી ચુક્યા છે. જેમાં લોકડાઉન દરમિયાન તમાકુ-સોપારીની હેરાફેરી, દારૂની હેરાફેરી, હનીટ્રેપ અને લૂંટ સહિતનાં ગુનાઓ સામેલ છે. ત્યારે આ મુદ્દે કોઈ ચોક્કસ નીતિ બનાવવી જરૂરી હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે.