હિરલ બરવડીયા મારવાડી કોલેજમાં BSC માઈક્રો બાયોલોજીનો અભ્યાસ કરે છે.
હિરલે આ માટે વિરાટનાં 1350 જેટલા યુનિક ફોટો સહિત કુલ 3500થી વધુ ન્યૂઝ ફોટા એકઠા કરીને વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો છે.
વર્ષ 2013થી હિરલએ વિરાટ કોહલીનાં ન્યૂઝ પેપરમાં આવતા ફોટોગ્રાફ્સ એકઠા કરવાનું શરૂ કર્યું હતું.
રાજકોટ. શહેરનાં મવડી વિસ્તારમાં રહેતી હિરલ બરવડીયા ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીની મોટી ફેન છે. અને પોતે વિરાટનાં કરોડો ફેન કરતા કંઇક અલગ હોવાનું પણ તેણે સાબિત કરી બતાવ્યું છે. હિરલે આ માટે વિરાટનાં 1350 જેટલા યુનિક ફોટો સહિત કુલ 3500થી વધુ ન્યૂઝ ફોટા એકઠા કરીને વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો છે. હિરલે સાત વર્ષની મહેનત બાદ કરેલું આ કલેક્શન વિરાટની પત્ની અનુષ્કાને પણ ઈર્ષ્યા પમાડે તેવું છે.
હિરલ બરવડીયા મારવાડી કોલેજમાં BSC માઈક્રો બાયોલોજીનો અભ્યાસ કરે છે. પોતાની આ સફળતા વિશે જણાવતા તેણીએ કહ્યું હતું કે, તે વર્ષોથી વિરાટ કોહલીની ફેન છે. તેમજ પોતાના ફેવરિટ ક્રિકેટર વિરાટ કોહલીને અનોખી ભેટ આપવા પોતે એક વર્લ્ડ રેકોર્ડ સ્થાપવાનો નિર્ણય કર્યો હતો. અને આ માટે છેલ્લા 7 વર્ષથી એટલે કે વર્ષ 2013થી વિરાટ કોહલીનાં ન્યૂઝ પેપરમાં આવતા ફોટોગ્રાફ્સનાં ન્યૂઝ ફોટોઝ એકઠા કરવાનું શરૂ કર્યું હતું.
[embed]https://twitter.com/watchgujarat/status/1310912938031509507?s=21[/embed]
આખરે હિરલે 1350 જેટલા યુનિક ફોટો સહિત કુલ 3500થી વધુ ન્યૂઝ ફોટા એકઠા કરીને વર્લ્ડ રેકોર્ડ માટે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. હિરલની મહેનત આખરે રંગ લાવી અને 6 સપ્ટેમ્બર 2020નાં રોજ તેને વર્લ્ડ રેકોર્ડ ઓફ ઇન્ડિયા દ્વારા "લાર્જેસ્ટ કલેક્શન ઓફ ઇન્ડિયન ક્રિકેટર વિરાટ કોહલી ન્યુઝ ફોટોઝ" એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.
વધુમાં હિરલે જણાવ્યું હતું કે, રેકોર્ડ હાસિલ કરવામાં તેને માતા-પિતાનો પૂરતો સહયોગ મળ્યો હતો. પિતા તેને ફોટોઝની ગણતરી કરી આપતા હતા. જ્યારે માતા તેને ફોટા એકત્રિત કરવા સહિત ફોટાઓ સાચવવામાં મદદરૂપ બનતા હતા. હિરલનું એકવાર વિરાટ કોહલીને મળવા ઈચ્છે છે. તેમજ એક્ટિંગ કરવા તક મળે તો એ પણ કરવા તૈયાર હોવાનું તેણીએ જણાવ્યું હતું.
- હિરલ બરવડીયા મારવાડી કોલેજમાં BSC માઈક્રો બાયોલોજીનો અભ્યાસ કરે છે.
- હિરલે આ માટે વિરાટનાં 1350 જેટલા યુનિક ફોટો સહિત કુલ 3500થી વધુ ન્યૂઝ ફોટા એકઠા કરીને વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો છે.
- વર્ષ 2013થી હિરલએ વિરાટ કોહલીનાં ન્યૂઝ પેપરમાં આવતા ફોટોગ્રાફ્સ એકઠા કરવાનું શરૂ કર્યું હતું.