જસદણ કોંગ્રેસના નેતા વિનુભાઈ ધડુક, ગોંડલ કોંગ્રેસના નેતા ભાવેશ ભાસા સહિત અનેક નેતાઓને પોલીસે નજર કેદ કર્યા
ખેડૂત આંદોલનમાં ભાગ લેવાના પ્રયત્નોને નિષ્ફળ બનાવવાનાં પ્રયાસો કરી રહી છે પોલીસ - કોંગ્રેસ
WatchGujarat. દિલ્હીમાં ચાલતા ખેડૂત આંદોલનના પડઘા રાજકોટ જિલ્લામાં પણ જોવા મળી રહ્યા છે. તેમજ રાજકોટ જિલ્લાના કોંગ્રેસ અને ખેડૂત સંગઠનો સાથે જોડાયેલા અનેક નેતાઓને પોલીસ દ્વારા તેમના ઘરે નજરકેદ કરાયા હોવાનો આરોપ કોંગ્રેસે લગાવ્યો છે. ત્યારે જસદણ કોંગ્રેસના નેતા વિનુભાઈ ધડુક, ગોંડલ કોંગ્રેસના નેતા ભાવેશ ભાસા સહિત અનેક નેતાઓને પોલીસે નજર કેદ કર્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.
જસદણનાં કોંગી નેતા વિનુભાઈ ધડુકનાં કહેવા મુજબ, હાલ દિલ્હીમાં ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે. જેને લઈ રાજ્ય સરકાર દ્વારા યેનકેન પ્રકારે રાજકોટ જિલ્લાના કોંગ્રેસના આગેવાનોને નજરકેદ કરી આંદોલનમાં ભાગ લેવાના પ્રયત્નોને નિષ્ફળ બનાવવાનાં પ્રયાસો કરી રહી છે. અને જસદણ તેમજ ગોંડલ ઉપરાંત લોધિકા અને જેતપુર, ઉપલેટા સહિત કોંગ્રેસનાં નેતાઓને પોલીસે નજરકેદ કર્યા છે. આવું કરીને ભાજપ સરકાર દ્વારા ખેડૂતો પર તાનાશાહી કરવામાં આવતી હોવાનો આક્ષેપ પણ તેમણે કર્યો છે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ખેડૂત સમાજ ઉપરાંત તમામ વેપાર કરતા લોકોને ન્યાય અપાવવા કોઈ પણ સમાજ, સંસ્થા કે પાર્ટીના આગેવાનો આ આંદોલનમાં સાથ સહકાર ન આપી શકે તેના માટે સરકાર તરફથી તમામ પ્રકારના પ્રયાસો કરવામા આવી રહ્યાં છે. સાથે સરકારે કૃષિબિલ પાસ કરી ખેડૂતો પર કાળો કાયદો લાદી માનસિક ત્રાસ આપ્યો હોવાનો આરોપ તેમણે લગાવ્યો છે. તો પોતાને 12 ડિસ્મેબરના રોજ રાત્રે 9 વાગ્યાથી આટકોટ પોલીસ સ્ટેશનનાં સાણથલી ગામે તેમના ઘરે પોલીસે નજર કેદ કર્યા હોવાનું જણાવ્યું છે.
More #દિલ્હી #Farmer agitation #Congress leader #Incarceration #Jasdan #Gondal #Rajkot News