• રાજકોટના બેડી નાકા નજીકના કોમલ એપાર્ટમેન્ટના ચોથા માળે અચાનક આગ લાગી હતી
  • ફાયર બ્રીગેડને જાણ થતાં લાશકરો તાત્કાલીક પહોંચી આગ પર કાબુ મેળવવા લાગી ગયા હતા.
  • ફાયર વિભાગને મળેલી માહિતી અનુસાર ફ્લેટમાં ત્રણ લોકો એક રૂમમાં પુરાયા હતા
  • આગના કારણે ઘરનો તમામ સામાન બળીને ખાક થઇ ગયો હતો.
  • 8 માસના માસૂમ બાળકને ફાયર ઓફિસર આઇ.વી ખેર છાતીએ લગાવી દોડ્યા હતા
  • પ્રાથમિક તારણ મુજબ ગેસના બોટલમાં લીકેજ થયુ હોવાનુ સામે આવ્યું છે.

WatchGujarat. શહેરમાં આગ લાગવાન બનાવોનો સિલસિલો યથાવત છે. તેવામાં બેડી નાકા નજીકના કોમલ એપાર્ટમેન્ટમાં સાંજના સમયે આગ લાગવાની ઘટના બની હતી. ફાયર બ્રીગેડને ઘટનાનો કોલ મળતા લાશ્કરો તાત્કાલીક સ્થળ પર દોડી ગયા હતા. જ્યાં સાવચેતી રૂપે ઘરમાં હાજર માતા તેના બે સંતાનો સાથે બાથરૂમમાં પુરાઇ ગઇ હતી. આગ એટલી વિક્રાળ હતી કે ઘરનો તમામ સામાન બળીને ખાક થઇ ગયો હતો અને ઘુમાડાના ગોટેગોટા નિકળી રહ્યાં હતા. તેવામાં ભગવાન બનીને આવેલા ફાયર ઓફિસરે માતા સહિત બે સંતાનોનો જીવ બચાવી સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડ્યા હતા.

શહેરના બેડી નાકા નજીક આવેલા કોમ એપાર્ટમેન્ટના ચોથા માળે આવેલા એક ફ્લેટમાં ગુરૂવારે સાંજે અચાનક લાગી હતી. બનાવને પગલે ફાયર બ્રીગેડને જાણ કરવામાં આવી હતી. જેથી ફાયર ઓફિસર આઇ.વી ખેર અને તેમની ટીમ તાત્કાલીક સ્થળ પર પહોંચી ગઇ હતી. ફાયર બ્રીગેડના લાશ્કરો એક તરફ ઘરમાં લાગેલી આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો કરી રહ્યાં હતા. ત્યારે બીજી તરફ ફાય ઓફિસર અને તેમની એક ટીમ દ્વારા ઘરમાં પુરાઇ ગયેલા ત્રણ વ્યક્તિઓની શોધમાં હતી.

આગના કારણે ઘરનો તમામ સામાન બળીને ખાક થઇ ગયો હતો. ઘુમાડાના ગોટેગોટા નિકળી રહ્યાં હતા. આ સ્થિતિમાં ઘરમાં સાવચેતીરૂપે જીવ બચાવવા માતા તેના બે સંતાનો સાથે બાથરૂમમાં પુરાઇ ગઇ હતી. ઘરના બન્ને રૂમમાં તપાસ કરતા કોઇ વ્યક્તિની હાજરી જણાઇ આવી ન હતી. તેવામાં ઘરના એક રૂમના એટેચ બાથરૂમમાં માતા તેના સંતાનો સાથે પુરાઇ હોવાની ફાયર ઓફિસરને જાણ થઇ હતી. ફાયર ઓફિસરે એક ક્ષણનો પણ વિચાર કર્યા વિના  તાત્કાલીક બે બાળકો અને માતાને બહાર કાઢી લીધા હતા. તેમાં પણ 8 માસના માસૂમ બાળકને ફાયર ઓફિસર આઇ.વી ખેર છાતીએ લગાવી ચોથા માળેથી દોડી તમામને તાત્કાલીક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડ્યા હતા. આમ સમય સુચકતાથી કામગીરી કરી ફાયર વિભાગે માતા સહિત બે સંતાનોને બચાવી લીધા હતા.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud