ગોંડલ નજીક સાંઢીયા પુલ પાસે બપોરના સમયે સર્જાયો વિચિત્ર અકસ્માત
ફાટક ખુલ્લો હોવાથી કાર ચાલકે આગળ વધ્યો અને ટ્રેનની અડફેટે આવી ગયો
ટ્રેનની અડફેટે આવેલી કારનો કચ્ચરઘાણ બોલાઇ ગયો
WatchGujarat. સામાન્ય રીતે જ્યારે પણ ટ્રેન આવવાની હોય ત્યારે રાહદરીઓ અને વાહન ચાલકની સુરક્ષાના ભાગરૂપે ફાટક બંધ કરી દેવામાં આવે છે. ફાટક સમયસર બંધ અને ખોલવા માટે રેલવે વિભાગ તરફથી ગેટમેનને આ ખાસ કામગીરી સોંપવામાં આવે છે. પરંતુ ગેટમેન જ્યારે મહત્વની કામગીરીમાં બેદરકારી દાખવે ત્યારે તેનુ પરિણામ નિર્દોષને ભોગવવુ પડતુ હોય છે. એવી જ એક ઘટના ગોંડલના સાંઢીયા પુલ પાસે બન્યો હતો.
બનાવ અંગેની મળતી માહિતી અનુસાર, ગોંડલ સ્થિત સાંઢીયા પુલ પાસે આવેલા રેલવે ફાટક બપોરના સમયે ખુલ્લો હતો. જેથી કાર ચાલક પોતાની કાર લઇને ત્યાંથી પસાર થઇ રહ્યો હતો. દરમિયાન પુરઝડપે આવી રહેલી સોમનાથ-જબલપુર ટ્રેને કારને અડફેટે લીધી હતી. આ વિચિત્ર અકસ્માતમાં કાર દુર જઇ ફંગોળાઇ હતી. આસપાસમાં રહેતા લોકોએ આ ઘટના જોતા તાત્કાલીક દોડી આવ્યાં હતા. અકસ્માતને પગલે ટ્રેન પણ ઉભી રોકી દેવામાં આવી હતી.
પુરઝડપે આવી રહેલી ટ્રેનની અડફેટે આવેલી કારનો કચ્ચરઘાણ બોલાઇ ગયો હતો. સ્થાનિકો દ્વારા કારમાં તપાસ કરતા કાર ચાલકનુ ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતુ. ટ્રેન આવતી હોવા છતાં પણ ફાટક ખુલ્લો રાખનાર ગેટમેનને લોકો પકડી પાડતા તેણે પોતાની ભૂલ સ્વીકારી હતી. જોકે ગેટમેનની ગંભીર બેદરકારીના કારણે આખરે નિર્દોષ કાર ચાલકે પોતાનો જીવ ગુમાવી દીધો હતો.