શહેરના આદિત્ય હાઇટ્સમાં 12 ફૂટની વિશાળ રંગોળી બનાવવામાં આવી
હેલીબેનના વિચારને એપાર્ટમેન્ટની 15 બહેનોએ વધાવી લીધો હતો.
કોરોનાના સમયમાં લોકો હતાશા અનુભવી રહ્યાં છે ત્યારે આ રંગોળી જોઇ લોકોના ઉત્સાહમાં વધારો કરવાનો પ્રયાસ છે.
રાજકોટ. દિવાળીના તહેવારનો ઝગમગાટ શહેરમાં જોવા મળી રહ્યો છે. અને ઘરે ઘરે અવનવી રંગોળી આકર્ષણનું કેન્દ્ર બની છે. પરંતુ શહેરના સાધુવાસવાણી રોડ પર આદિત્ય હાઇટ્સના એ ટાવરમાં બનાવવામાં આવેલી રંગોળીએ ભારે આકર્ષણ જગાવ્યું છે. અહીં 12 ફૂટની વિશાળ રંગોળી બનાવવામાં આવી છે. જેને જોઈને લોકો બે મોઢે વખાણી રહ્યા છે.
આદિત્ય હાઇટ્સમાં રહેતા હેલીબેન કોટડિયાએ આ અંગે જણાવ્યું હતું કે, તેમને વિચાર આવ્યો કે, હાલમાં કોરોનાના સમયમાં લોકો હતાશા અનુભવી રહ્યા છે. ત્યારે એવી રંગોળી બનાવી કે જેને જોઇને લોકોને નવો ઉત્સાહ અને જોમ આવે, હેલીબેનના આ વિચારને એપાર્ટમેન્ટમાં રહેતા નિપાબેન હાંસલિયા, ખુશ્બુબેન ભારડિયા, જિયાબેન પટેલ, હીરબેન સીતાપરા અને હીનાબેન ચાંગેલા સહિત 15 બહેનોએ વધાવી લીધો હતો.
https://youtu.be/KLh6Wv2O4Lk
ત્યારબાદ આ બહેનોએ સતત ચાર દિવસ દરરોજના 8 કલાક સુધી જહેમત ઉઠાવી હતી. અને 60 કિલો કલર સાથે 12 ફૂટ ડાયામીટરની ગાલીચો ટાઈપની રંગોળી બનાવી છે. જ્યારે આ રંગોળી તૈયાર થઇ ત્યારે ત્યાંથી પસાર થતાં લોકોની આંખ ચાર થઇ જતી હતી. તેમજ લોકોએ પણ મહિલાઓની આ અનોખી પહેલને ખાસ વધાવી લીધી છે.