સાંજ પડતાની સાથે ઠંડા પવન નિકળતા શિયાળાનો અહેસાસ થઇ રહ્યો છે.
હજુ પણ સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છમાં બપોરના સમયે મહત્તમ તાપમાનનો પારો ઊંચો જતા ગરમીની અસર
સૌરાષ્ટ્ર અને કચ્છમાં એક જ દિવસમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે.
રાજકોટ. મોડે-મોડે પણ રાજકોટ સહિત સૌરાષ્ટ્ર અને કચ્છમાં શિયાળાનો માહોલ જામી રહ્યો છે. અને રોજ લઘુતમ તાપમાનમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે. તાપમાનનો પારો નીચે ઉતરતા ઠંડીની અસર વધી રહી છે. જો કે હજુ બપોરના સમયે ગરમીની અસર યથાવત જોવાઇ રહી છે. દરમિયાન આજે કચ્છનાં નલીયામાં લઘુતમ તાપમાન 12 ડિગ્રી અને રાજકોટમાં 14 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે.
નોંધનીય છે કે, છેલ્લા કેટલાક દિવસોથી શિયાળાની અસર વર્તાઈ રહી છે. અને સાંજ પડતાની સાથે ઠંડા પવન નિકળતા શિયાળાનો અહેસાસ થાય છે. પરંતુ સવારે સૂર્યનારાયણના દર્શન થતાની સાથે જ હુંફાળું વાતાવરણ છવાઈ જાય છે. સવારે લઘુતમ તાપમાનનો પારો 12 ડિગ્રી સુધી પહોંચવાનાં કારણે અનેક શહેરોમાં ઠંડીની અસર વધુ વરતાઇ રહી છે.
જો કે હજુ પણ સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છમાં બપોરના સમયે મહત્તમ તાપમાનનો પારો ઊંચો જતા ગરમીની અસર સાથે ઉનાળા જેવું વાતાવરણ છવાઈ જાય છે. જેને લઈને એક જ દિવસમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. પરંતુ આજે તાપમાનનો પારો ગગડતા મોટાભાગનાં શહેરોમાં હવે શિયાળાનો માહોલ જામી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે.