• રોજના 6 ઓપરેશન ટેબલ ઉપર 18-20 જેટલી સર્જરી કરાઇ
  • રાજકોટમાં સૌથી વધુ મ્યુકરમાઇકોસીસના 687 દર્દીઓ નોંધાયા છે.

WatchGujarat. શહેરમાં મ્યુકરમાઇકોસીસનાં સૌથી વધુ કેસો નોંધાયા છે. જોકે આ ગંભીર બીમારી સામે સિવિલનાં ડોક્ટરોએ પણ રીતસર બાથ ભીડી છે. અને ઓપરેશન કરવામાં ડોક્ટરોએ પણ રેકોર્ડ સર્જ્યો છે. દરરોજ 6 ઓપરેશન ટેબલ ઉપર 18-20 જેટલી સર્જરી કરી 400નો આંકડો પાર કરી નવો રેકોર્ડ સર્જ્યો છે. સાથે મ્યુકરનાં દર્દીઓને બચાવવા ડોક્ટરો પણ રાત-દિવસ તનતોડ મહેનત કરી રહ્યા હોવાનો પૂરાવો આપ્યો છે. જો આમ જ રહેશે તો ટૂંક સમયમાં કોરોનાની માફક મ્યુકરની બીમારી પણ હારશે તે નક્કી છે.

જાણવા મળતી વિગત મુજબ, રાજકોટમાં રાજ્યના સૌથી વધુ મ્યુકરમાઈકોસીસના 687 દર્દી નોંધાયા છે. જેમાં સિવિલ હોસ્પિટલમાં 494 અને સમરસમાં 193 દર્દી સારવાર લઈ રહ્યા છે. સિવિલ હોસ્પિટલમાં મ્યુકર માઈકોસીસમાં ફરજ બજાવતા તબીબોની ટીમ દરરોજ 6 ઓપરેશનનાં ટેબલ ઉપર 18થી 20 જેટલા સફળ સર્જરી કરી દર્દીઓને નવજીવન આપી રહ્યા છે. સાથે ડિસ્ચાર્જ થતાં બ્લેક ફંગસના દર્દીઓને વહીવટી તંત્રના સહયોગથી મોંઘી દવાઓ પણ આપવામાં આવી રહી છે. જો કે હજુ 500 દર્દીઓ ઓપરેશન માટે વેઈટીંગમાં હોવાનું જાણવા મળ્યુ છે.

સિવિલ સુપ્રિટેન્ડન્ટ ડો.આર.એસ.ત્રિવેદીએ જણાવ્યું હતું કે, સિવિલમાં મ્યુકરમાઈકોસિસ માટે 500 બેડની સુવિધા ઉભી કરવામાં આવી હતી. એક સમયે 500 બેડ ફુલ થઈ જતાં તંત્ર દ્વારા સમરસ હોસ્ટેલ ખાતે પણ બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. ઉપરાંત સિવિલમાં દરરોજ 30 થી વધુ દર્દીઓની ઓપીડી છે. જેમાંથી 9 થી 10 દર્દીઓને દાખલ કરવામાં આવી રહ્યા છે. તો સિવિલ હોસ્પિટલમાં 24 કલાક ઓપરેશન કરી રોજ 18 થી 20 ઓપરેશન થઈ રહ્યા છે. એટલું જ નહીં સિવિલ હોસ્પિટલમાં કન્સલ્ટન્ટ તબીબોની સલાહ મુજબ દર્દીઓને બે પ્રકારના ઈન્જેકશન આપવામાં આવી રહ્યા હોવાનું પણ તેમણે જણાવ્યું છે

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud