• રાજકોટમાં સૌથી વધુ મ્યુકરમાઇકોસીસના દર્દીઓ
  • જાણીતા સર્જન ડો. હિમાંશુ ઠક્કરે મ્યુકરમાઇસોસીસ અંગે મહત્વની જાણકારી આપી

WatchGujarat. ગુજરાત સરકારે પણ મ્યુકરમાઇકોસીસને મહામારી જાહેર કરી છે. આ બીમારી કોરોના કરતા પણ વધુ ઘાતક અને ખર્ચાળ છે. રાજકોટમાં સૌથી વધારે મ્યુકરમાઇકોસીસનાં દર્દીઓ નોંધાયા છે. ત્યારે લોકોમાં જાગૃતિ આવે તે માટે ડો. હિમાંશુ ઠક્કરે આ બીમારીની અતિ જટિલ સર્જરીનો લાઈવ વિડીયો મીડિયાનાં માધ્યમથી શેર કર્યો છે. પરંતુ બીમારીની માફક તેની સર્જરીનો આ વિડીયો પણ ભયાનક હોઈ  નબળા હૃદયનાંને ન જોવા વિનંતી છે.

આ બીમારી અંગે જણાવતા ડો. હિમાંશુ ઠક્કર કહે છે કે, આ ફંગસનો સડો ડાયાબિટીસના દર્દીમાં નાકથી જ પ્રવેશ કરે છે. જેમાં દર્દીએ એક મહિનો સારવાર લેવી પડે છે. વિડીયોમાં દર્શાવેલી સર્જરીમાં જે ફંગસ છે તે મેગ્જેનીલી સાયનસ ગાલ પરથી કાઢી છે. ફોદા નીકળે છે તે સાયનસમાંથી નીકળે છે. આ ઓપરેશન કરતા દોઢથી બે કલાક જેવો સમય લાગે છે. રોગની સૌથી પહેલી અસર આંખ ઉપર અસર થાય છે. અને સમય રહેતા સારવાર ન મળે તો મગજમાં ઇન્ફેક્શન થવાને કારણે સ્ટ્રોક આવે છે. જેની સારવારમાં તાળવું કાઢવું પડે છે. તો કેટલાક કેસમાં આંખ પણ કાઢવી પડે છે. તેમાં પણ ચિંતાનો વિષય છે કે, અગાઉ મોટી ઉંમરના લોકોમાં આ ફંગસ જોવા મળતું હતું. હવે તો યુવાનોમાં પણ આ ઇન્ફેક્શન જોવા મળી રહ્યું છે.

નોંધનીય છે કે, હાલ રાજકોટની સિવિલ અને ખાનગી હોસ્પિટલમાં મ્યુકોરમાઈકોસિસના દરરોજના સરેરાશ 100થી વધુ કેસ આવી રહ્યાં છે. આ મ્યુકરમાઈકોસિસ માટે એમ્ફોટેરીસીન-B ઈન્જેક્શન જરૂરી છે. પરંતુ તેની ભારે અછત છે. આ રોગમાં દર્દીનાં અંગો સડવા લાગતા હોવાથી અમુક કેસમાં સડાવાળા ભાગને કાઢવા તરત ઓપરેશન પણ કરવું પડે છે. આ સર્જરી કરનાર ENT સર્જન ડોકટર હિમાંશુ ઠક્કર પણ ઇન્જેક્શનની અછત હોવાનું સ્વીકાર્યું હતું. સાથે જ સરકારે દરેક જગ્યાએ ઇન્જેક્શન ઉપલબ્ધ કરાવવા જોઇએ તેવી સલાહ પણ આપી હતી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud