• મ્યુકરમાઇકોસીસનાં 116 જેટલા પોસ્ટ ઓપરેટીવ દર્દીઓને સમરસ ખાતે ખસેડવામાં આવ્યાં
  • કોરોનાની થર્ડ વેવ માટે પણ તંત્ર તૈયાર – જિલ્લા કલેકટર

    (રેમિયા મોહન – જિલ્લા કલેકટર, રાજકોટ)

WatchGujarat. ગુજરાતમાં મ્યુકરમાઇકોસીસનાં કેસ સતત વધી રહ્યા છે. ત્યારે શહેરમાં મ્યુકરમાઇકોસીસનાં કેસ ઘટી રહ્યા હોવાના સારા સમાચાર સામે આવ્યા છે. આ સાથે જ મ્યુકરના ઓપીડી કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. અને સિવિલ હોસ્પિટલમાં દાખલ 250 જેટલા દર્દીઓની સફળ સર્જરી કરવામાં આવી છે. એટલું જ નહીં 116 જેટલા પોસ્ટ ઓપરેટીવ દર્દીઓને સમરસ ખાતે ખસેડવામાં આવ્યા હોવાનું જિલ્લા કલેક્ટર રેમ્યા મોહને જણાવ્યું હતું.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, કોરોનાની થર્ડ વેવ માટે પણ તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ માટે જ એડલ્ટ દર્દીઓ, ગાયનેક, પીડીયાટ્રીક સહિતના વિભાગો માટેની પોલીસી તૈયાર કરવામાં આવી રહી છે. પોલીસી તૈયાર થયા બાદ તેનાં અમલીકરણની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવશે. સાથે કોરોનાની ત્રીજી વેવમાં ઓક્સિજનની અછત ન સર્જાય તે માટે ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવામાં આવી રહ્યા છે. શહેરમાં પેલિકન અને ટોરેન્ટ કંપની દ્વારા નિઃશુલ્ક ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવામાં આવનાર છે. આ માટે જરૂરી પ્રક્રિયા પુરી કરવામાં આવી છે. અને ટૂંક સમયમાં પ્લાન્ટ કાર્યરત થઈ જશે.

નર્સિંગ સ્ટાફના પગાર મુદ્દે કલેક્ટરે કહ્યું હતું કે, સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતાં નર્સિંગ સ્ટાફનાં પગાર અંગે રાજ્ય સરકાર સાથે ચર્ચા કરવામાં આવી રહી છે. આ પગાર ધોરણ સ્ટેટ લેવલથી નક્કી કરવામાં આવ્યું હોવાથી કલેક્ટર તંત્ર તેમાં ફેરબદલ કરી શકે નહીં. જો કે નર્સિંગ સ્ટાફની જે પ્રકારની પગારની માગણી છે તે રાજ્ય સરકાર સુધી પહોંચાડવામાં આવી છે. ત્યારે આ મુદ્દે રાજ્ય સરકારનો નિર્ણય આવ્યા બાદ જ કાર્યવાહી કરી શકાશે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud