• યુનિ. રોડ પર આવેલા પર આવેલા ન્યૂ ડે સ્પામાં મોડી રાત્રે બનેલી ઘટના
  • સ્પા સંચાલકે દારૂની પાર્ટીમાં દારૂની બોટલ વડે જ હુમલો કર્યો
  • યુવતિએ એટલો દારૂ ઢીંચ્યો હતો કે તેને બોલવા કે ઉભા રહેવાનુ પણ ભાન ન હતુ.

WatchGujarat. યુનિવર્સિટી રોડ પર આવેલા જલારામ-2માં રાત્રીના ન્યૂ ડે સ્પામાં દારૂની મહેફિલ જામી હતી. જેમાં કોઈ બાબતે ડખ્ખો થતા સંચાલક સહિતાનાઓ દ્વારા મહિલા સ્ટાફ પર હુમલો કરાયો હતો. આ હુમલામાં 3 યુવતિ સહિત 4 કર્મચારીઓને ઈજા થતા તરત સિવીલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. જોકે ત્યાં નશામાં ધૂત એક યુવતિએ હંગામો કરી વોર્ડબોયને જ ફડાકા ઝીંકી દેતા તેને બાંધવાની ફરજ પડી હતી. આ અંગેની જાણ થતાં દોડી ગયેલી ગાંધીગામ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસનાં જણાવ્યા મુજબ, યુનિવર્સિટી રોડ ઉપર જલારામ-2માં આવેલા ન્યૂ ડે સ્પામા કામ કરતી 23 વર્ષીય સુચી લુછાઈ, 30 વર્ષીય પ્રમાયા આહીરાઈ 31 વર્ષની મીના આહારાઈ તેમજ 17 વર્ષીય કિશોર રાત્રીના સ્પામાં હતા. દરમિયાન ચારેયનો સ્પા સંચાલક ઈમરાન અને અજાણ્યા શખ્સ સાથે ઝઘડો થયો હતો. જેને લઈને ઈમરાન અને તેની સાથે રહેલા શખ્સે દારૂની બોટલથી હુમલો કરતા ચારેયને સારવાર માટે સિવીલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં નશો કરેલી હાલતમાં લુચીએ વોર્ડબોય વિનય શાહને ફડાકા ઝીંકી દીધા હતા.

ઘટનાને પગલે લુચીને કાબૂમાં લેવા હોસ્પિટલ સ્ટાફને તેને બાંધવાની ફરજ પડી હતી. પ્રાથમિક તપાસમાં સ્પાના મેનેજર વિજય આહિર અને કર્મચારીઓ વચ્ચે કોઈ કારણોસર ડખ્ખો થયો હતો. જેને લઈ સંચાલક ઈમરાન સહિતનાએ આ હુમલો કર્યાનું બહાર આવ્યું છે. હાલ પોલીસે વિજય તેમજ ઈમરાનની પુછપરછ શરૂ કરી છે. જે પૂર્ણ થયા બાદ ઝઘડો ક્યાં કારણે થયો હતો તે સહિતની વધુ વિગતો સામે આવશે. હાલ તો પોલીસે 3 યુવતી સહિત કુલ 4 લોકો નશાની હાલતમાં મળી આવતા તેની સામે પ્રોહીબીશન હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud