ગેંગનાં 13 જેટલા શખ્સો સામે 135 જેટલા ગુનાઓ નોંધાઇ ચુક્યા છે.
નિખિલ દોંગા જેલમાં રહીં આખા રાજ્યમાં ઓર્ગેનાઇઝડ ક્રાઇમ ચલાવતો હતો.
ASP સાગર બાગમાર તેમજ તેમની ટીમ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો.
WatchGujarat. ગોંડલનાં નામચીન નિખિલ દોંગા તેમજ તેની ગેંગ વિરુદ્ધ ગુજસીટોક હેઠળ ગુનો નોંધાયો હતો. જે અંતર્ગત આજે રાજકોટની સ્પેશિયલ કોર્ટમાં પોલીસે 48,500 પાનાની ચાર્જશીટ દાખલ કરી છે. આ ગેંગનાં 13 જેટલા શખ્સો સામે 135 જેટલા ગુનાઓ નોંધાઇ ચુક્યા છે. અને તમામ સાગરીતોને જુદી-જુદી જેલમાં મોકલાયા છે. ત્યારે કોર્ટમાં આ ગેંગ સામેની કાર્યવાહી આગળ વધારવા આજે પોલીસે ચાર્જશીટ ફાઇલ કરી છે.
ગેંગસ્ટરની છાપ ધરાવતો નિખિલ દોંગા ગોંડલ સબ જેલમાં રહીને આખા રાજ્યમાં ઓર્ગેનાઇઝડ ક્રાઈમ ચલાવતો હતો. જેનો ભાંડો ફૂટ્યા બાદ ASP સાગર બાગમાર તેમજ તેમની ટીમ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરાયો હતો. જેમાં નિખિલ સહિત પૃથ્વી જોશી, વિજય જાદવ, નવઘણ શિયાળ, દર્શન સાકરવાડીયા, વિશાલ પાટકર, શક્તિસિંહ ચુડાસમા, અક્ષય ઉર્ફે ગીરી દુધરેજીયા, અજય કુભારવાડીયા, દેવાંગ જોષી, નરેશ સિંધવ, કમલેશ સિંધવ, ઉપરાંત જેલર ધીરૂ પરમાર અને પિયુષ કોટડીયા સહિતનાને ઝડપી લેવાયા હતા. આ મામલે રાજકોટ ખાતે સ્પેશિયલ કોર્ટમાં ઉપરોક્ત તમામ આરોપીઓ વિરુદ્ધ 48,500 પાનાનું ચાર્જશીટ દાખલ કરાયું છે.
નોંધનીય છે કે, નિખિલ દોંગા અને તેની ગેંગે ગોંડલનાં વોરાકોટડા રોડ ઉપર આવેલ સબજેલને જલસા જેલ બનાવી દીધી હતી. જેલની અંદર રહીને નિખિલ દોંગા ગેંગ દ્વારા સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ધાકધમકી આપવી, માર મારવો, મિલકતને નુકસાન પહોંચાડવું તેમજ મિલકતો પચાવી પાડવા સહિતની ગેરકાનૂની પ્રવૃત્તિઓનું નેટવર્ક ચલાવવામાં આવતું હતું. એટલું જ નહીં આ નિખિલનાં 6 જેટલા સાગરીતો અનઅધિકૃત રીતે જેલમાં રહેતા હોવાનું પણ સામે આવ્યું હતું. તો આરોપીઓ પેરોલ ઉપર બહાર આવી લોકોને ધાકધમકી આપી ડરાવતા હોવાનું અને નિખિલ 19 વખત પેરોલ ઉપર બહાર આવી ચુક્યો હોવાનું પણ ખુલ્યું હતું.