વાહન ચેકીંગ દરમિયાન પોલીસે રોકતા યુવતિએ કાર ભગાવી હતી
કારને રોકવા પોલીસે ફિલ્મી ઢબે પીછો કર્યો હતો
કાર ચાલકે મહિલા અને પોલીસ વચ્ચે થઇ આક્ષેપ બાજી
WatchGujarat પોલીસ દર વખતે સાચી હોય છે તેવુ હોતુ નથી, પણ જ્યારે પોલીસ સાચી હોય છતાય સત્તા અથવા વગની સામે ઝુકવાનો વારો આવે તે ખુબ જ શર્મનાક બાબત ગણાઇ છે. તેવુ જ કંઇક આજે મહિલા પોલીસ મથક નજીક બન્યું હતુ. જ્યાં વાહન ચેકિંગ દરમિયાન પોલીસે એક કારને રોકતા યુવતિએ કાર ભગાવી હતી. જ્યારે પોલીસે પીછો કરી કારને આંતરી ત્યારે રોફ ઝાડવામા આવ્યો અને આખરે પોલીસને ઝુકવાનો વારો આવ્યો હતો.
શહેરનાં મહિલા પોલીસ મથક નજીક વાહન ચેકીંગ કરતા મહિલા પોલીસ મથકના સ્ટાફે કાર ચાલક યુવતિને અટકાવી હતી. જો કે પોલીસનાં આશ્ચર્ય વચ્ચે કાર રોકવાને બદલે આ યુવતિએ કાર ભગાવી મુકતા પોલીસે પીછો કરી બહુમાળી ભવન નજીક કાર રોકી હતી. ત્યારબાદ યુવતિની સાથે રહેલી મહિલાએ દારૂ વેંચતા બુટલેગરોને પકડો તેવું કહીને પોતે કલાસ ટુ ઓફિસર હોવાનો રૂઆબ કરતા પ્રનગર પોલીસ દોડી ગઈ હતી. અને બંનેને પોલીસ મથક લઈ જવાયા હતા. જો કે મીડિયા સાથે કરેલી વાતચીતમાં યુવતિએ પોતે હોસ્પિટલનું કામ હોવાથી કાર રોકી નહીં હોવાનું કહ્યું હતું. ત્યારે હાલ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
https://youtu.be/CuzVOA_4mag
આ અંગે ફરજ પરના મહિલા અધિકારીએ જણાવ્યું હતું કે, અમે વાહન ચેકીંગમાં હતા તે દરમિયાન મારા ASIએ કાર રોકી હતી. છતાં તે નહીં રોકતા અમોએ પીછો કરી કારને આંતરી છે. તેમ છતાં કારમાં રહેલ મહિલા કોઈ જવાબ આપવા તૈયાર થયા નહોતા. પોતે એક કલાસ ટુ ઓફિસર હોવાનું જણાવી આઇડેન્ટિટી બતાવવાનો ઇન્કાર કર્યો હતો. સાથે જ પોતે પોલીસને જવાબ આપવા બંધાયેલા ન હોવાનું કહી રુઆબ કર્યો હતો.
જો કે મીડિયા સાથે કરેલી વાતચીતમાં યુવતિએ પોતે હોસ્પિટલનાં કામે જતી હોવાનું જણાવ્યું હતું. સાથે જ પોતે આ વાત કહેવા છતાં હોસ્પિટલે જવા નહીં દેવાઈ હોવાનું કહ્યું હતું. સાથે જ કાર ઉભી રાખી દઈને ખૂબ તોછડાઈથી વાત કરી હોવાનો આરોપ પણ પોલીસ કર્મચારી પર લગાવ્યો હતો. સાથે કાર ડિટેઈન કરવાની ધમકી આપી હોવાનું પણ જણાવ્યું હતું. હાલ પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.
ઘટનાને પગલે લોકોના ટોળેટોળા એકઠા થઇ ગયા હતા જેને પગલે આ અંગેની જાણ થતાં પ્રનગર પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. અને પોલીસ દ્વારા યુવતિ તેમજ મહિલાને પોલીસ મથકે લઈ જઈને પ્રાથમિક પૂછપરછ કરવામાં આવી હતી. જ્યાં બન્ને પક્ષે સમાધાન થઈ જતા પોલીસે ફરજ રુકાવટ નો ગુનો દાખલ કરવાને બદલે માત્ર સીટ-બેલ્ટ ન પહેરવાનો હાજર દંડ લઈ યુવતીને તેમજ તેની માતાને જવા દીધા હતા.
સૂત્રોનાં જણાવ્યા મુજબ, યુવતિ મહિલા આસિસ્ટન્ટ પ્રોફેસર ડો. નેહલ જાનીની પુત્રી છે. અને તેણે મહિલા PSI સાથે ઝપાઝપી કરી હતી. જેમાં મહિલા PSI ને ગળાના ભાગે નખ વાગતા સામાન્ય ઇજા પણ પહોંચી હતી. આમ આ બનાવમાં મહિલાએ તુમાખી કરી અને પોલીસ ફરજમાં રૂકાવટ કરવામાં આવી હોવા છતા અધિકારીઓએ વચ્ચે પડતા મહિલા PSI એ સાચા હોવા છતા ઝુકવું પડ્યું છે.