આમ આદમી પાર્ટી દ્વારા પુરાવાઓ રજૂ કરાતા ફરિયાદ નોંધાવવા તજવીજ
અગાઉ હેડ ક્લાર્ક પરિક્ષા પેપર લીક મામલો પણ આમ આદમી પાર્ટી દ્વારા જ ઉગાજર કરવામાં આવ્યો હતો.
પરિક્ષાનો સમય સવારે 10 વાગ્યાનો અને 9 વાગે પેપર વોટ્સઅપમાં ફરતુ થયું
[caption id="attachment_1452895" align="aligncenter" width="1280"] Saurashtra University Economics Paper Leak[/caption]
WatchGujarat. વારંવાર વિવાદોમાં રહેતી સૌ. યુનિ. ફરીથી એક વિવાદમાં આવી છે. સવારે 10 વાગ્ય લેવાનાર ઇકોનોમિકસનું પેપર વોટ્સએપ ગ્રુપમાં સવારે 9:11 મિનિટે ફરતું થયું હોવાનો આક્ષેપ આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવ્યો છે. તેમજ આ અંગે કુલપતિને રજૂઆત કરતા તપાસ બાદ કાર્યવાહી કરવાની ખાતરી આપવામાં આવી હોવાનું પણ 'આપ' દ્વારા જણાવાયું છે. હાલ આપ દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇન્ચાર્જ રજીસ્ટ્રાર દ્વારા ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
આ અંગે રાજકોટ 'આપ' CYSSનાં પ્રમુખ સૂરજ બગડાએ કહ્યું હતું કે, આજે સવારે અમારે બીકોમ સેમેસ્ટર 3નું ઇકોનોમિક્સનું પેપર હતું. જેનો ટાઇમ સવારના 10 વાગ્યાનો હતો પરંતુ 9 વાગ્યે વોટ્સઅપ ગ્રુપમાં ફરતું થઇ ગયું હતું. આ અંગે અમે કુલપતિ ડો. નીતિન પેથાણીને રજુઆત કરતા તેમણે આમાં યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી. જોકે અત્યાર સુધી કુલપતિ તરફથી યોગ્ય જવાબ નહીં મળતા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવાની ફરજ પડી છે.
[caption id="attachment_1452896" align="aligncenter" width="1600"] Saurashtra University Economics Paper Leak[/caption]
વધુમાં તેમણે કહ્યું હતું કે, પેપરનો સમય પૂરો થયા બાદ અમે ફોટોશોપથી પેપર બનાવવામાં આવ્યું નથી ને? તે માટે 9 વાગ્યે પેપર આવી ગયું હતું તે ખરાઈ કરવા માટે ગયા હતા. અને વિદ્યાર્થીઓ બહાર નીકળ્યા બાદ તેના અસલી પેપર સાથે સરખાવ્યા પછી યુનિવર્સિટી ખાતે કુલપતિને રજૂઆત કરી હતી. બાદમાં અમારા શહેર પ્રમુખની અટકાયત થયેલી હોવાથી કુલપતિ ડો.નીતિન પેથાણીને લેખિત રજુઆત કરી હતી. અને તેમણે પણ જરૂરી કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી. જેને લઈ તેમના દ્વારા કાર્યવાહીની રાહ જોવામાં આવી હતી. જો કે તેમણે કોઈ કાર્યવાહી કરી નહોતી.
https://youtu.be/tt8o5-hMo0Q
બીજીતરફ સૌરાષ્ટ્ર યુનિ. તરફથી ઇન્ચાર્જ રજીસ્ટ્રાર અમિત પારેખ આ અંગે ફરિયાદી બન્યા છે. તેમજ સમગ્ર મામલે ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે. અને યુનિવર્સિટીના અધિકારીઓ પોલીસ સ્ટેશને ફરિયાદ કરવા પહોંચ્યા છે. જેમાં પેપર કોના દ્વારા અને ક્યારે ફોડવામાં આવ્યું તે અંગે ફરિયાદ નોંધાવવામાં આવશે. જો કે સમગ્ર મામલે FSL તપાસ થયા બાદ હકીકત જાણી શકાશે.હાલ તો પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.