યુનિવર્સિટીમાં 4 મહિના અગાઉ ફોરેન લેંગ્વેજ ડિપાર્ટમેન્ટ મંજૂર કરવામાં આવ્યો હતો.
યુનિવર્સિટી દ્વારા ફોરેન લેંગ્વેજ વિભાગ મામલે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.
નાણાં પણ યુનિવર્સિટીના બેંક એકાઉન્ટમાં જમા થઈ ગયા છે.
WatchGujarat. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં માટી કૌભાંડની તપાસ પૂર્ણ થઈ નથી. એવામાં ફરી એક વિવાદ સામે આવ્યો છે. જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને રૂપિયા 3 કરોડની ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી હોવા છતાં પણ યુનિવર્સિટીમાં વિદેશી ભાષાનું શિક્ષણ અધ્ધરતાલ જોવા મળી રહ્યું છે. યુનિવર્સિટીમાં 4 મહિના અગાઉ ફોરેન લેંગ્વેજ ડિપાર્ટમેન્ટ મંજૂર કરવામાં આવ્યો હતો. જેની ગ્રાન્ટની ફાળવણી પણ થઇ ચુકી છે. છતાં હજુ સુધી વિદેશી ભાષાનું શિક્ષણ શરૂ નહીં થતા ભાષાઓ શીખવા માટે ઉત્સાહિત વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મુકાયા છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં વિદ્યાર્થીઓને વિદેશી ભાષાનું શિક્ષણ મળે તે માટે અંગ્રેજી ડિપાર્ટમેન્ટમાં ફોરેન લેંગ્વેજ વિભાગ શરૂ કરવાની દરખાસ્ત કરવામાં આવી હતી. જે દરખાસ્તને મંજૂર કર્યાના 4 મહિના થઈ ગયા છે. પરંતુ હજુ સુધી યુનિવર્સિટી દ્વારા ફોરેન લેંગ્વેજ વિભાગ મામલે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. વિદેશી ભાષા શીખવા માટે ઉત્સુક યુવાનો વિદ્યાર્થીઓ પણ રાહ જોઈને બેઠા છે કે યુનિવર્સિટીમાં ક્યારે ફોરેન લેંગ્વેજ ડિપાર્ટમેન્ટ શરૂ થાય.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ વિદેશી ભાષા એટલે કે જાપાનીઝ, ફ્રેન્ચ ,જર્મન સ્પેનીશ સહિતના દેશોની ભાષા શીખે તે માટે યુનિવર્સિટીમાં જ ફોરેન લેંગ્વેજ ડિપાર્ટમેન્ટ માટે દરખાસ્ત કરવામાં આવી હતી. જે માટે નાણાં પણ યુનિવર્સિટીના બેંક એકાઉન્ટમાં જમા થઈ ગયા છે. આમ છતાં હજુ સુધી યુનિવર્સિટી સત્તાધીશો દ્વારા ફોરેન લેંગ્વેજ ડિપાર્ટમેન્ટ માટે કોઈપણ પગલાં લેવામાં આવ્યા નથી. જેને લઇને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ દેશવિદેશમાં પણ ભણવા જાય છે. ત્યારે ઇન્ટરનેશનલ શૈક્ષણિક સંસ્થા સાથે સંપર્ક વધારવા માટે વિદેશી ભાષાનું જ્ઞાન હોવું ફરજિયાત જરૂરી છે. એવામાં યુનિવર્સિટીમાં વિદેશી ભાષાના અભ્યાસ માટેના કોર્ષની ડિઝાઇન પણ નક્કી કરવામાં આવી છે. પણ હજુ સુધી ફોરેન લેંગ્વેજ ડિપાર્ટમેન્ટ શરૂ કરવામાં નહીં આવતા આ બાબત પણ તપાસનો વિષય બની છે.
- યુનિવર્સિટીમાં 4 મહિના અગાઉ ફોરેન લેંગ્વેજ ડિપાર્ટમેન્ટ મંજૂર કરવામાં આવ્યો હતો.
- યુનિવર્સિટી દ્વારા ફોરેન લેંગ્વેજ વિભાગ મામલે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.
- નાણાં પણ યુનિવર્સિટીના બેંક એકાઉન્ટમાં જમા થઈ ગયા છે.