• હોસ્પિટલમાં આગની કંઇ રીતે લાગી તે હજી ચોક્કસ જાણવા મળ્યું નથી.
  • હોસ્પિટલમાં ધમણ સહીત અન્ય ત્રણ કંપનીના વેન્ટીલેટરનો ઉપયોગ કરાતો હતો.
  • વેન્ટિલેટરમાં શોર્ટસર્કિટ થયું હતું કે વાયરિંગમાં શોર્ટ સર્કિટ થયું તે હજી અસ્પષ્ટ

#Rajkot અગ્નિકાંડ : આગ લાગતાં જ ડો. કરમટાએ દર્દીઓને ખભે ઉંચકી બહાર કાઢ્યાં, “ઓફસોસ” કરતા રડી પડ્યા

WatchGujarat. Rajkot – ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં આગને પગલે 5 કોરોનાગ્રસ્ત દર્દીનાં મોત નીપજ્યાં છે, જ્યારે એક દર્દીની હાલત હજુ ગંભીર છે. ત્યારે હોસ્પિટલનાં સંચાલક ડો. તેજસ કરમટાએ પીપીઈ કીટ વિના દોડી જઈ દર્દીઓને ખભે ઉંચકીને અગાસી સુધી પહોંચાડ્યા હતા. મીડિયા સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે, દર્દીને મેં તેડીને બચાવ્યા છે. મારા હાથથી જ આગ ઠારવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આગ ખૂબ વિકરાળ હોવાથી એને ઠારવામાં મુશ્કેલી પડી રહી હતી. જોકે મૃતકોને ન બચાવી શક્યાનો અફસોસ કરતા તેઓ રડી પડ્યા હતા.

કરમટાએ વધુમાં જણાવ્યું હતું કે, અમે અલગ અલગ ત્રણ કંપનીનાં વેન્ટિલેટર વાપરતા હતા. જેમાંથી એક ધમણ વેન્ટિલેટર પણ છે. જો કે ઈલેક્ટ્રિક વાયરોમાં શોર્ટસર્કિટ થયું છે કે પછી વેન્ટિલેટરમાં શોર્ટસર્કિટ થયું છે એ હજુ સુધી જાણવા મળ્યું નથી. વેન્ટિલેટરમાં કોઈ તકલીફ હતી કે કેમ એ અંગે પણ જાણવા મળ્યું નથી. એફએસએલના રિપોર્ટ આવી જશે ત્યારે ખબર પડશે કે વેન્ટિલેટરમાં શોર્ટસર્કિટ થયું હતું કે વાયરિંગમાં શોર્ટ સર્કિટ થયું હતું.

નોંધનીય છે કે, શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં લાગેલી આગમાં કુલ 5 દર્દીના જીવ ગયા છે. જેમાં રાજકોટના બે દર્દી કેશુભાઈ અકબરી તથા સંજયભાઈ રાઠોડનો સમાવેશ થાય છે. જ્યારે જસદણના રામભાઈ લોહ (રબારી), મોરબીના નીતિનભાઈ મણીલાલ બદાણી અને ગોંડલના રસિકભાઈ શાંતિલાલ અગ્રાવતનો સમાવેશ થાય છે.

More News #Rajkot અગ્નિકાંડ #Rajkot

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud