આરટીઆઇ કરી સિક્યુરિટી કંપની પાસે પહેલા રૂ. 2.50 લાખ પડાવી લીધા હતા.
વધુ લાલચ જાગતા ફરી આઇરટીઆઇ કરવાની ધમકી આપી વધુ રૂ. 5 લાખની ખંડણી માગવામાં આવી હતી.
રેડિયન્ટ સિક્યુરિટી સર્વિસ પ્રા. લિ.ના સંચાલકે ગોત્રી પોલીસ સ્ટેશન ખાતે આ મામલે ફરીયાદ નોંધાવી
આરટીઆઇ કરી ખંડણી માગનાર શખ્સ પોલીસે ગણતરીના કલાકોમાં ભાવનગરથી દબોચી લીધો
WatchGujarat. રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ (RTI) લોકોના માહિતી પુરી પાડવા માટે લાગુ કરવામાં આવ્યો હતો. પરંતુ કેટલાક લોકોએ તેને પોતાની કમાણીનું સાધન બનાવી દીધું છે. અને તેવો જ એક કિસ્સો વડોદરામાં સામે આવ્યો છે. વડોદરાની રેડીયન્ટ ગાર્ડ સર્વિસ પ્રાઇવેટ કંપની લીમીટેડના સંચાલક પાસેથી એક્ટીવીસ્ટે આરટીઆઇ કર્યા બાદ વધુ કાર્યવાહી નહિ કરવાના નામે પૈસા ખંખેર્યા હતા. જો કે, વધુ ખંડણી માંગતા સંચાલકએ સમગ્ર મામલે ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
શહેરના ગોત્રી રોડ વિસ્તારમાં રહેતા દુષ્યંત રાજેન્દ્રસિંગ પુનિયા રેડીયન્ટ ગાર્ડ સર્વિસ પ્રાઇવેટ લીમીટેડ કંપનીના ડાયરેક્ટર છે. કંપની દ્વારા સિક્યુરીટી, હાઉસ કીપીંગ, મેનપાવરનું કામ કરવામાં આવે છે. કંપનીને ગુજરાત મીનરલ્સ રીસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ સોસાયટી(GMRDS)માં સીક્યુરીટી સર્વિસનું કામ મળ્યું છે. જેમાં ધર્મરાજસિંહ ગજેન્દ્રસિંહ ઝાલા (રહે- પ્લોટ નં-69/એ આવિષ્કાર ફ્લેટ સામે, દેવુબાગ – ભાવનગર) એ આરટીઆઇ હેઠળ કંપનીમાં કામ કરતા ગાર્ડની પગાર સ્લીપ, વર્ક ઓર્ડર, સહિતની માહિતી માંગી હતી. જેના જવાબમાં GMRDS કંપની દ્વારા થર્ડ પાર્ટી માહિતી આપી શકાય નહિ તેવો જવાબ આપ્યો હતો. અને આપવામાં આવેલી માહિતીથી તેઓ અસંતુષ્ટ હોય તો તેઓ અપીલ કરી શકે છે તેમ જણાવ્યું હતું.
જો કે ત્યાર બાદ ધર્મરાજસિંહ ગજેન્દ્રસિંહ ઝાલાએ ફેબ્રુઆરી – 21 માં સિક્યુરીટી રેડીયન્ટ કંપનીના સંચાલકનો ટેલીફોનીક સંપર્ક કરી જણાવ્યું હતું કે, તમારી કંપનીની આરટીઆઇની માહિતી મેળવવા અપીલમાં જવાનો છું અને માહિતીના આધારે તારો કોન્ટ્રાક્ટ રદ કરાવીશ. જો રૂ. 2.50 લાખ નહિ આપો તો હું અપીલમાં જઇશ. સંચાલકે ગભરાઇને મિત્ર મારફતે ધર્મરાજસિંહને રૂ. 2.50 લાખ મોકલાવ્યા હતા. અને પૈસા મળી ગયાની ટેલીફોનીક ખાતરી કરી લેવામાં આવી હતી. અને ત્યાર બાદ ધર્મરાજસિંહે આરટીઆઇની અપીલમાં નહિ જાયે તેવું જણાવ્યું હતું. અને આ મામલે કંપનીને ઇમેલ કરીને જાણકારી આપી હતી.
જો કે, ત્યાર બાદ રાજ્યના મુખ્યમંત્રી તથા GMRDSના અધિકારી વિરૂદ્ધ આક્ષેપો સાથેની અરજી કરવામાં આવી હતી. ત્યાર બાદ વોટ્સઅપ કોલ કરીને તમારી કંપનીને હેરાન નહિ કરૂ તેમ કહી બીજા રૂ. 2.50 લાખની ખંડણી માગી હતી. જોકે ત્યાર બાદ ફોન પર રૂ. 5 લાખ ખંડણી આંગડીયા મારફતે મોકલવાનું જણાવ્યું હતું. અને આ વખતે પૈસા સુરેન્દ્રનગર ખાતે રહેતા નરેન્દ્રને મોકલવાના હતા. તથા રૂપિયા મળી ગયા પછી આરટીઆઇ અરજી કે અપીલ નહિ કરે તેમ જણાવ્યું હતું. પછીથી સતત ટેલીફોનીક વાતચીતમાં રૂપિયા નહી આપો તો કંપનીને નુકશાન કરવાની ધમકી આપી હતી. કંપની સંચાલકે રૂ. 5 લાખ આંગડીયા મારફતે મોકલ્યા હતા. પરંતુ રૂપિયા અન્ય આગંળીયામાં ટ્રાન્સફર કરવાનુ કહેવામાં આવ્યું હતુ.
જોકે સહી વગર રૂપિયા અન્ય આગંળીયા પેઢીમાં ટ્રાન્સફર કરવાનુ શક્ય ન હોવાથી રેડીયન્ટ કંપનીના સંચાલકે રૂ. 5 લાખ પરત મંગાવી લીધા હતા. આરટીઆઇ કરી રૂપિયા ખંખરનાર ધર્મરાજને રૂપિયા ન મળતા તેણે ફરી એક વખત વોટ્સઅપ કોલ કરી દુષ્યંત પુનિયાને કહ્યું કે જો, 31 માર્ચ સુધી રૂપિયા મોકલી આપીશ તો તમામ અરજીઓ હું પાછી ખેંચી લઇશ. આરટીઆઇ એક્ટિવિસ્ટના સતત ત્રાસથી કંટાળી આખરે રેડીયન્ટ ગાર્ડ સર્વિસ પ્રાઇવેટ લીમીટેડના સંચાલક દ્વારા ધર્મરાજસિંહ ઝાલા વિરૂદ્ધ ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે આ મામલે ધર્મરાજ ઝાલા અને નરેન્દ્રસિંહ વિરૂધ ખંડણીનો ગુનો નોંધી બન્નેને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા હતા.
આ દરમિયાન જાણવા મળતી માહિતી અનુસાર, આરટીઆઇ એક્ટિવિસ્ટ ધર્મરાજસિંહ ઝાલા પોતાની સાચી ઓળખ છુપાવવા માટે નરેન્દ્રસિંહ બની ફોન ઉપર વાત કરતો હતો. આમ આ ગુનામાં સપડાયેલા ધર્મરાજ ઝાલા અને નરેન્દ્રસિંહ એક જ વ્યક્તિ હોવાનુ જાણવા મળી રહ્યું છે. જોકે મુખ્ય આરોપી ધર્મરાજસિંહ ઝાલાને પોલીસે ગણતરીના કલાકોમાં ભાવનગરથી ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.