• સરકારનો આ પરિપત્ર 1 એપ્રિલથી અમલમાં 
  • ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતી વ્યક્તિઓમાં કોરોના સંક્રમિત થવાની શક્યતા વધારે
  • અન્ય રાજ્યમાંથી ગુજરાતમાં આવતી દરેક વ્યક્તિનુ ફરજીયાત સ્ક્રિનિંગ કરાશે
  • રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયો સત્તાવાર પરિપત્ર

WatchGujarat રાજ્યમાં કોરોના દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે. ત્યારે તંત્ર દ્વારા વણસેલી પરિસ્થિતિને પહોંચી વળવા માટે દરેક પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે. તેવામાં ગુજરાતમાં અન્ય રાજ્યોમાંથી આવતી દરેક વ્યક્તિએ ફરજીયાત કોરોનાનો RTPCR ટેસ્ટ કરવવાનો રહેશે, તેમજ રિપોર્ટ નેગેટિવ હશે તેવી જ વ્યક્તિને એન્ટ્રી આપવામાં આવશે. રાજ્ય બહારથી આવતા દરેક વ્યક્તિનુ ફરજીયાત સ્ક્રિનિંગ કરવા રાજ્ય સરકારે સત્તાવાર પરિપત્ર જાહેર કર્યો છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્ણ થયા બાદ જે રીતે રાજ્યના ચાર મહાનગરો અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં કોરોનાનો રાફળો ફાટ્યો છે. તે જોતા ગત વર્ષની સ્થિતિ કરતા પણ પરિસ્થિતિ વણસ્તી જોવા મળી રહીં છે. રાજ્યના ચાર મહાનગરોમાં રોજના ત્રણ આંકડામાં કોરોના પોઝિટીવ સંખ્યા નોંધાઇ રહીં છે. (સરકાર આંકડા મૂજબ)

રાજ્યમાં કોરોનાનો વ્યાપ પુષ્કળ વધી રહ્યો છે, તેનો ખુદ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્વીકાર્યું છે. તેવામાં કોરોનાના વધી રહેલા વ્યાપ ઉપર નિયંત્રણ મેળવવા માટે રાજ્ય સરકારે વધુ એક પરિપત્ર જાહેર કર્યો છે. જે રીત મહારાષ્ટ્રમાં અન્ય રાજ્યોમાંથી આવતા વ્યક્તિનુ ફરજીયાત સ્ક્રિનિંગ અને RTPCR ટેસ્ટનો રિપોર્ટ નેગેટીવ હોઇ તેવી જ વ્યક્તિને પ્રવેશ આપવમાં આવી રહ્યો છે. તેજ રીતે હવે ગુજરાતમાં રાજ્ય બહારથી આવતા દરેક વ્યક્તિએ 72 કલાક પહેલા RTPCR ટેસ્ચ કરાવવો ફરજીયાત છે. રિપોર્ટ નેગેટીવ હશે તેજ વ્યક્તિને પ્રવેશ આપવામાં આવશે. તથા રાજ્ય બહારથી આવતા વ્યક્તિઓનુ ફરજીયાત સ્ક્રિનિંગ પણ કરવામાં આદેશ કરવામાં આવ્યો છે.

દેશના ઘણા રાજ્યોમાં વધી રહેલા કોરોના વાઇરસના સંક્રમણને ધ્યાને લેતા તેમજ ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતા વ્યક્તિઓમાં સંક્રમણનું પ્રમાણે વધારે જોવા મળતું હોઇ દેશના અન્ય રાજ્યોમાંથી આવતા મુસાફરોના RTPCR ટેસ્ટ કરાવવાનુ જરૂરી જણાઇ આવતા રાજ્ય સરકારે સત્તાવાર આ અંગે પરિપત્ર જાહેર કર્યો છે.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud