રાજ્યમાં કોરોનાનો વ્યાપ વધ્યો છે અને દર્દીઓની સંખ્યા પણ વધી છે.
દર્દીઓ માટે હોસ્પિટલમાં બેડની અછત, ઇન્જેક્શન અને ઓક્સિજનની પણ અછત સર્જાઇ છે.
લોકોમાં લોકડાઉનને લઇ દહેશત ફેલાઇ તેવો સોશીયલ મીડિયામાં એક ફેક લેટર ફરતો થયો છે.
WatchGujarat રાજ્યમાં કોરોનાની સ્થિતિ દિવસેને દિવસે બેકાબૂ બની રહીં છે. હોસ્પિટલમાં દાખલ દર્દીઓના સગા રેમડેસીવીરના ઇન્જેક્શન માટે દોડધામ કરી રહ્યાં છે. ત્યારે બીજી તરફ કેટલીક હોસ્પિટલમાં દર્દીઓ માટે બેડ અને ઓક્સિજનની અછત સર્જાઇ રહીં છે. કોરોનાની આ ગંભીર પરિસ્થિતિ વચ્ચે સોશિયલ મીડિયામાં ફરતા થયેલા એક ફેક લેટરના કારણે લોકોમાં લોકડાઉનની ચિંતાને લઇને વધારો થયો છે.
રાજ્યમાં કોરોનાની કપરી પરિસ્થિતિ ઉપર નિયંત્રણ મેળવવા માટે તંત્ર દ્વારા તમામ જરૂરી પગલા લેવામાં આવી રહ્યાં હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. પરંતુ વાસ્તવિક પરિસ્થિતિ તેના કરતા તદ્દન વેગળી જોવા મળી રહીં છે. કોરોના દર્દીઓની સંખ્યામાં વિપુલ પ્રમાણમાં વધી રહીં હોવાથી ખાનગી હોસ્પિટલમાં બેડ અને ઓક્સિજનની અછત સર્જાતી જોવા મળી રહીં છે. બીજી તરફ હાલની પરિસ્થિતિને જોતા સરકાર લોકડાઉન લગાવશે કે કેમ ? તેવા સવાલો લોકોના મનમાં ઉઠી રહ્યાં છે.
https://twitter.com/gujaratpolice/status/1380515675475570695?s=21
તેવામાં મોડી સાંજથી સોશિયલ મીડિયામાં લોકડાઉનને લઇને એક બનાવટી એટલે કે ફેક લેટર ફરતો થયો છે. જેમાં જણાવવમાં આવ્યું છે કે, રાજ્યના 6 મહાનગરોમાં આગામી 11થી 17 એપ્રિલ સુધી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. જોકે watchgujarat.com દ્વારા સોશિયલ મીડિયામાં ફરતા થયેલા આ લેટરની જીણવટભરી તપાસ કરતા આ લેટર બનાવટી હોવાનુ જાણવા મળ્યું હતુ અને તંત્ર તરફથી આ પ્રકારની કોઇ જાહેરાત કરવામાં આવી નથી તેની પણ પુરતી ખાતરી કરવામાં આવી છે.
જેથી watchgujarat.com દ્વારા અપીલ કરવામાં આવે છે કે, આ પ્રકારના કોઇ પણ લેટરને લઇ ચિંતા કે ગભરાવવાની જરૂર નથી. ગૃહ વિભાગ ના પ્રવક્તા દ્વારા આ મામલે સ્પષ્ટતા કરવામાં આવી છે કે, આ પત્ર ખોટો છે. તેમજ સંપુર્ણ લોકડાઉન અંગેનો આ ફેક પત્ર વાઇરલ નહિ કરવા નાગરીકોને અનુરોધ છે.