• 2500 KG નો મંગલ (ગેંડો) રોજ આરોગે છે 112 કિલો શાકાહારી ભોજન
  • જંગલના રાજા સિંહ અને રાષ્ટ્રીય પ્રાણી વાઘને જોઈએ છે રોજ 8 KG મીટ અને 2 KG ચિકન
  • વડોદરા પ્રાણી સંગ્રહાલયમાંથી વેટરનીટી તબીબ જંગલ સફારીના પ્રાણીઓના ફૂડનું ટેસ્ટિંગ કર્યા બાદ રોજ આઇસ બેગમાં થાય છે કેવડિયા ટ્રાન્સપોર્ટેશન
Statue of Unity, Jungle safari
Statue of Unity, Jungle safari

વિક્કી જોષી, (WatchGujarat). વિશ્વની વિરાટ પ્રતિમા સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટી (Statue of Unity) ખાતે માત્ર 5 મહિનાના જ ટૂંકાગાળામાં વિકસેલ દુનિયાની ફાસ્ટેજ જંગલ સફારી અને બર્ડ આયવરીના દેશી-વિદેશી પશુ-પક્ષીઓને પણ અઠવાડિયે એક વખત કરવો પડે છે ફરજિયાત ઉપવાસ.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો (PM Narendra Modi) ડ્રિમ પ્રોજેકટ વિશ્વકક્ષાનું ફેમિલી ટુરિસ્ટ ડેસ્ટિનેશન તરીકે દેશ અને દુનિયાના નકશા ઉપર ઝડપથી ઉપસી રહ્યું છે. ત્યારે SOU માં બનાવેલી વિશ્વનની સૌથી ઝડપી જંગલ સફારી અને બર્ડ આયવરીની કેટલીય અજાણી વાતો તમને અચરજમાં મૂકી દેશે.

Statue of Unity, Jungle safari
Statue of Unity, Jungle safari

જંગલના રાજા એવા સિંહ (Lion) અને રાષ્ટ્રીય પ્રાણી વાઘના (Tiger) જંગલ સફારીમાં રાખવામાં આવેલા જોડાનો એક દિવસનો ડાયેટ અને વિકમાં એક વખત ફાસ્ટનો ચાર્ટ પણ અત્યંત રસપ્રદ છે.

SOU જંગલ સફારીમાં આકર્ષણ માટે જુનાગઢના સકરબા ઝુ માંથી લવાયેલા સિંહ અને સિંહણ સાથે બેંગાલના વાઘ-વાઘણને રોજ 8 કિલો ભેંસનું માંસ અને 2 કિલો ચિકન પીરસવામાં આવે છે. જે વડોદરા ઝુ થી ટેસ્ટિંગ થયા બાદ રોજ આઇસ બોક્સમાં રોડ માર્ગે કેવડિયા આવે છે. વાઘ, સિંહ, ચિતો સહિતના પ્રાણીઓનું ડાયેટ સાચવવા તેમને ફરજીયાત એક દિવસ ઉપવાસ ઉપર રખાઈ છે એટલે કે સપ્તાહમાં એક દિવસ ખોરાક આપવામાં આવતો નથી.

માસાહારી પ્રાણી સિવાય જંગલ સફારીમાં 14 વર્ષના 2.5 ટન વજન ધરાવતા મંગલ નામના ગેંડાનો પણ અનેરો ઠાઠ જોવા મળે છે. મંગલને રોજ 80 કિલો ઘાસ, 10 કિલો શેરડી, 5 કિલો આલ્ફા આલ્ફા પેલેટ્સ, 2 કિલો ગોળ, 6 કિલો કેળા, 5 કિલો ગાજર અને 4 કિલો કચુંબર મળી કુલ 112 KG ભોજન અપાઇ છે. મંગલના સાથીને ટૂંક સમયમાં જ પટના ઝુ થી એકચેન્જ હેઠળ લાવવામાં આવશે.

Statue of Unity, Jungle safari
Statue of Unity, Jungle safari

મહિષાવાસમાં રહેલો બાહુબલી ફેમ જંગલી બળદ તિરુપતિ ઝુ થી જંગલ સફારીમાં લવાયો છે. માત્ર 4 વર્ષની ઉંમર ધરાવતી આ જોડીનું વજન પણ 650 થી 1000 કિલો સુધીનું છે.

દેશી-વિદેશી પક્ષીઓની 4 કનેક્ટેડ જીઓ ડોમ્સમાં વિશ્વ વ્યાપી યુનિક સ્ટ્રક્ચરમાં 4300 સ્કવેરમીટરમાં ઉભી કરાયેલી બર્ડ આયબરીમાં પણ 14 દેશોની 26 પ્રજાતિના 400 થી વધુ પક્ષીઓનો સમાવેશ કરાયો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળવા આવતા દેશના પ્રવાસીઓમાં સૌથી વધુ આકર્ષણ જંગલ સફારી અને તેમાં લવાયેલા દેશ-વિદેશના પ્રાણીઓ તેમજ પક્ષીઓ છે.

Statue of Unity, Jungle safari

સરદાર પટેલ ઝુઓલોજીકલ પાર્ક 375 એકરમાં 7 જુદી જુદી સપાટીએ બનાવેલું સ્ટેટ ઓફ આર્ટ

રેકર્ડ સમયમાં ઝડપથી પૂર્ણ કરવામાં આવેલ જંગલ સફારી 375 એકરમાં અને 7 જુદી જુદી સપાટીએ બનાવવામાં આવેલું ‘‘સ્ટેટ ઓફ આર્ટ’’ ઝુઓલોજીકલ પાર્ક છે. જંગલ સફારીમાં પ્રવાસીઓ દેશના અને વિદેશના કુલ 1100 પક્ષીઓ અને 100 પ્રજાતિઓના પ્રાણીઓ જોવાનો આનંદ માણી શકે છે. આ પ્રોજેકટમાં જુદા જુદા 29 પ્રાણીઓ માટે ખાસ નિયત વિસ્તાર અને વિશ્વમાં સૌથી મોટા 2 જીઓડેસીક ડોમ એવીયરીઝનો સમાવેશ થાય છે.

પ્રવાસીઓ પોતાની આજુબાજુ ઉડતાં પક્ષીઓ જોવાનો રોમાંચ માણી શકે છે. ખાસ કરીને બાળકો પણ પક્ષીઓ અને નાના પ્રાણીઓને અડી અને રોમાંચ અનુભવી શકે તેવો ‘‘પેટીંગ ઝોન’’ નો  સમાવેશ કરાયો છે. પેટીંગ ઝોનમાં મકાઉ, કોકેટુ, પરીશયન બિલાડી, સસલાઓ, ગુનીયા પીગ, નાનો અશ્વ, નાના ઘેંટા અને બકરા, ટર્કી અને ગીઝનો સમાવેશ કરાયો છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud