• સુરતમાં UK સ્ટ્રેનના કેસો દેખા દીધા બાદ કોરોના પોઝિટીવ કેસોની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો
  • અગાઉ રાત્રી કરફ્યુંનો સમય રાતે 10થી સવારે 6 વાગ્યા સુધી નક્કી કરાયો હતો.
  • એક જ દિવસમાં અધ્ધ કોરોના કેસો નોંધાતા નાઇટ કરફ્યુના સમયમાં એક કલાકનો વધારો કરાયો
  • શહેરમાં શનિવાર અને રવિવારે મોલ પણ બંધ કરવાનો આદેશ કરાયો

WatchGujarat. સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ કોરોનાનું સંક્રમણ ખૂબ વધ્યું છે. ગુરુવારે એટલે કે 18 માર્ચના રોજ સુરતમાં રેકોર્ડ બ્રેક 395 કેસ સામે આવ્યા હતા. જેને લઈને તંત્રની ચિંતામાં વધારો થયો હતો. તેની સાથે જ સુરતમાં કરફ્યુના સમયમાં વધારો કરવામાં આવ્યો છે. 19 માર્ચથી સુરતમાં રાતે 9 થી સવારે 6 વાગ્યા સુધી કરફ્યુ અમલી કરાયું છે. સુરતમહાનગર પાલિકા અને સુરત પોલીસ કમિશનર વચ્ચે બેઠક યોજાઇ હતી. અને આ બેઠકમાં તંત્ર દ્વારા આ નિણર્ય લેવામાં આવ્યો છે. તો બીજી તરફ કફરયુનું ચુસ્ત પણે પાલન થાય તેમાટે પોલીસ પણ સતર્ક થઈ છે

સુરતમાં શનિ રવિવારે મોલ બંધ

સુરતમાં સંક્રમણ વધતાં કરફ્યુનો સમય વધારવામાં આવ્યો છે. રાતે 9 થી સવારના 6 વાગ્યા સુધી કરફ્યુ અમલમા મુકાયું છે. સાથે સુરતમાં તમામ મોલ પણ શનિ અને રવિવારે બંધ રાખવા તંત્ર દ્વારા સૂચના આપી દેવામાં આવી છે

ગોપીતલાવ પણ બંધ કરાયું

સુરતમાં સંક્રમણ વધતાં સુરતમહાનગર પાલિકા દ્વારા ગોપી તળાવ પણ આગામી આદેશ ન આવે ત્યાં સુધી બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. અચોક્કસ મુદત માટે આજથી ગોપીતલાવ બંધ કરી દેવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે હજારો લોકો ગોપીતલાવની મુલાકાતે આવતા હોય છે. અને સંક્રમણ વધે નહિ તે માટે આ નિણર્ય લેવામાં આવ્યો છે.

હોટેલ ગેસ્ટ હાઉસ માલિકોને સૂચના

સુરતમાં કોરોનાના વધતા કેસોને લઈને તંત્ર દ્વારા ગુજરાત બહારથી આવતા લોકોને ફરજીયાત 7 દિવસ હોમ ક્વૉરન્ટઇન રહેવા સૂચના આપવામાં આવી છે. અને લોકોને ટેસ્ટીંગ કરાવવા અપીલ કરવામાં આવી છે. તેમજ સુરતમાં તમામ એન્ટ્રી એક્ઝિટ પોઇન્ટ પર ટેસ્ટિંગ સધન કરી દેવામાં આવ્યું છે. ત્યારે સુરતમહાનગર પાલિકા દ્વારા તમામ હોટેલ અને ગેસ્ટ માલિકોને સૂચના આપવામાં આવી છે કે જે પણ મુસાફર ગુજરાત બહારથી રોકાણ માટે આવે તેની પાસે આર.ટી.પી.સી.આર નેગેટિવ અવશ્ય લેવાનો રહેશે. અને તંત્રને સહકર આપવા અપીલ કરવામાં આવી છે.

2.62 લાખનો દંડ પણ વસુલાયો

સુરતમાં કોરોનાનું સંક્રમણ વધતા તંત્ર દોડતું થઈ ગયું છે. અને લોકોને તકેદારી રાખવા અપીલ કરી રહ્યું છે. 18 માર્ચના રોજ 262 લોકો પાસેથી 1 હજાર રૂપિયા લેખે 2.62 લાખનો દંડ પણ વસુલાયો છે. માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સના ભંગ બદલ તમામ ઝોનમાં મનપા દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં નેતાઓ અને કાર્યકરો માસ્ક વગર ફરતા જોવા મળ્યા હતા. અને તે સમયે સુરતમાં તંત્ર મુકપ્રેક્ષક બનીને બેઠું હતું. પરંતુ ત્યારે જો તંત્રએ આવું જ કડક વલણ અપનાવ્યું હોત તો આ પરિસ્થિતિ ઉદભવી ન થઇ હોતે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud