• રવિવારે મોડી રાત્રે આયુષ હોસ્પિટલના ICU વોર્ડમાં એ.સીમાં શોર્ટ સર્કીટના કારણે આગ લાગી હતી.
  • આઇ.સી.યુમાં આગ લાગતા દર્દીઓને શીફ્ટ કરતા ભારે અફરાતફરી મચી હતી.
  • હોસ્પિટલમાં ઓક્સિજન અને વેન્ટીલેટર પર સારવાર લઇ રહેલા 18 જેટલા દર્દીઓને અન્ય હોસ્પિટલમાં શીફ્ટ કરાયા હતા.
  • આઇ.સી.યુમાં ધુમાડાના ગોટેગોટા વળી જતા દર્દીઓને અન્ય હોસ્પિટલમાં શીફ્ટ કરવાની નોબત પડી હતી.

WatchGujarat. શહેરના લાલ દરવાજા ખાતે આવેલી આયુષ હોસ્પિટલમાં રવિવારે મોડી રાત્રે અચાનક આગ લાગવાની ઘટના બની હતી. જેમાં હોસ્પિટલના આઇ.સી.યુ વોર્ડમાં એ.સીમાં શોર્ટ સર્કીટ થતાં આગ લાગી હોવાનુ પ્રાથમિક તારણ બહાર આવ્યું હતુ. જોકે હોસ્પિટલમાં આગની ઘટના બનતા આઇ.સી.યુમાં ઓક્સિજન અને વેન્ટીલેટર પર સારવાર લઇ રહેલા દર્દીઓને તાત્કાલીક અન્ય હોસ્પિટલમાં શીફ્ટ કરવાની નોબત પડી હતી. આ દુર્ઘટનામાં પાંચ દર્દીઓના મોત નિપજ્યાં હોવાનુ સામે આવ્યું છે. જ્યારે હોસ્પિટલમાં બનેલી આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ હતી.

ગત રવિવારની મોડી રાત્રે આયુષ હોસ્પિટલમાં લાગેલી આગની સમગ્ર ઘટના સીસીટીવમાં કેદ થઇ હતી. આઇ.સી.યુ વોર્ડના એ.સીમાં શોર્ટ સર્કિટ થતાં આગ લાગી હોવાનુ પ્રાથમિક તારણ સામે આવ્યું છે. જોકે સીસીટીવીમાં સ્પષ્ટ જોઇ શકાય છે કે, આઇસીયુ વોર્ડમાં આગ લાગતા ફરજ પરના તબીબો અને સ્ટાફમાં ભારે દોડધામ મચી હતી. આગના કારણે ધુમાડાના ગોટેગોટા વળી જતા દર્દીઓને તાત્કાલીક શીફ્ટ કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. હોસ્પિટલમા ફાયર સેફટી સાધનો કાર્યરત હોવાથી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ આગ પર કાબૂ મેળવી ન શકતા આખરે ફાયર બ્રીગેડની મદદ લેવામાં આવી હતી.

આ સમગ્ર ઘટનામાં 5 દર્દીઓના મોત નિપજ્યાં હોવાનુ જાણવા મળી રહ્યું છે. પરંતુ આ બાબતે હજી સુધી પોલીસ અથવા તંત્ર દ્વારા કોઇ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud