• સુરતના ઉદ્યોગપતિ મહેશ સવાણી દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદિયાની હાજરમાં આપ પાર્ટીમાં જોડાયા હતા.
  • મહેશ સવાણી આપમાં જોડાતા સુરતનુ રાજકારણ ગરમાયુ હતુ.
Gujarat, Surat Businessman Mahesh savani Hoarding removed as he Joined AAP
Gujarat, Surat Businessman Mahesh savani Hoarding removed as he Joined AAP

WatchGujarat. સુરતના ઉદ્યોગપતિ મહેશ સવાણી આપ પાર્ટીમાં જોડાઈ ગયા છે. ત્યારે સુરતના વરાછા વિસ્તારમાં તેઓને શુભેચ્છા આપતા મસમોટા બેનરો લાગ્યા હતા. પરંતુ સવારથી તેઓને શુભેચ્છા આપતા બેનરો તંત્રએ હટાવી લીધા હતા. શુભેચ્છા બેનરો હટાવી લેવાતા સુરતમાં રાજકારણ ફરી એક વખત ગરમાયું છે

સુરતના જાણીતા ઉદ્યોગપતિ મહેશ સવાણી આપ પાર્ટીમાં જોડાઈ ગયા છે. દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદિયાએ તેઓના ખેસ પહેરાવી આપ પાર્ટીમાં સ્વાગત કર્યું હતું. પરંતુ તેઓના આપ પાર્ટીમાં જોડાયા બાદ જ સુરતમાં રાજકારણ ગરમાયું છે. શોશ્યલ મીડિયામાં પણ અનેક પોસ્ટ થઇ રહી છે. ત્યારે સુરતના વરાછા વિસ્તારમાં તેઓને શુભેચ્છા આપતા મસમોટા બેનરો લગાડવામાં આવ્યા હતા. પરંતુ સવારથી જ વરાછા વિસ્તારમાં લાગેલા તેઓના બેનરો તંત્ર દ્વારા દુર કરવામાં આવ્યા હતા. આ મામલે બેનરો દુર કરવા આવેલા લોકોને પૂછવામાં આવ્યું કે તમને બેનર દુર કરવાનો આદેશ કોણે આપ્યો છે, ત્યારે પાલિકાના કર્મચારીઓએ મૌન સેવી લીધું હતું.

Gujarat, Surat Businessman Mahesh savani Hoarding removed as he Joined AAP
Gujarat, Surat Businessman Mahesh savani Hoarding removed as he Joined AAP

મહેશ સવાણીના શુભેચ્છા બેનરો દુર કરાતા તંત્ર ભાજપના ઈશારે કામ કરતું હોય તેવા આક્ષેપો પણ સોશ્યલ મીડિયામાં થઇ રહ્યા છે. અને સુરતમાં રાજકારણ ફરી એક વખત ગરમાયું છે.

શોશ્યલ મીડિયામાં અનેક પોસ્ટ થઇ રહી છે 

મહેશ સવાણી આપ પાર્ટીમાં જોડતા તેઓનો વિરોધ પણ થઇ રહ્યો છે તો બીજી તરફ વિવિધ પોસ્ટ પણ શોશ્યલ મીડિયામાં થઇ રહી છે. શોસ્ય્લ મીડિયામાં આજની મહેશભાઈ સવાણીની પીસી પરથી એવું લાગે છે કે હમણાં આઈ.ટી ઓફિસર અને સી.બી.આઈ.ને થોડું કામ વધી જશે. આ ઉપરાંત કેદ્ન્રીય ગૃહ મંત્રી અમિત શાહનો ફોટો મૂકી લખાઈ રહ્યું છે કે હવે સવાણીને ત્યાં રેડ મારવી પડશે. જેવી વિવિધ પોસ્ટ પણ શોશ્યલ મીડિયામાં થઇ રહી છે

Gujarat, Surat Businessman Mahesh savani Hoarding removed as he Joined AAP
Gujarat, Surat Businessman Mahesh savani Hoarding removed as he Joined AAP

કોરોનાકાળમાં ‘આપ’ સાથે મહેશ સવાણીએ કામગીરી કરી હતી

મહેશ સવાણી ત્યારે પણ હાર્દિક પટેલ સહિતના સુરતના પાસના નેતાઓ સાથે સંપર્કમાં હતા. કોરોના સંક્રમણ કાળ દરમિયાન પાટીદાર વિસ્તારોમાં આમઆદમી પાર્ટી દ્વારા આઇસોલેશન સેન્ટરો ઊભાં કરવામાં આવ્યાં હતાં. એ આઇસોલેશન સેન્ટરોમાં મહેશ સવાણી સતત હાજરી આપીને પાસના અને ‘આપ’ના નેતાઓ સાથે પોતાના ફોટો સોશિયલ મીડિયામાં પોતાના સમર્થકો દ્વારા ફરતા કરાવ્યા હતા.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud