• ચડ્ડી બન્ડી ગેંગને ઝડપી પાડવા ક્રાઇમ બ્રાન્ચે લેક ગાર્ડન પાસે કોમ્બિંગ કરી 10ની ધરપકડ કરી
  • ચડ્ડી બન્ડી ગેંગના તમામ આરોપીઓ મધ્યપ્રદેશના વતની
  • કર્ફ્યુનો સમય શરૂ થતાં પહેલા જ ટાર્ગેટ કરેલા ઘર-બંગલા પાસે છુપાઇ જતા
  • રાત્રી દરમિયાન ચોરીને અંજામ આપી વહેલી સવારે રિક્ષામાં બેસી અમરોલી પહોંચી જતા

WatchGujarat. આંતરરાજ્ય ઘરફોડ ચોરી કરતી ચડી બનિયાન ધારી ગેંગને સુરત ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડી છે. પોલીસે કુલ 10 આરોપીની ધરપકડ કરી છે. અને સુરતમાં અલગ અલગ પોલીસ મથકમાં નોંધાયેલા 14 ગુનાના ભેદ ઉકેલી કાઢ્યા છે. આરોપીઓ સવારમાં ફૂગા વેચવાનો ધંધો કરતા અને દિવસ દરમિયાન ઘર, બંગલાની રેકી કરી રાત્રીના સમયે ચોરીને અંજામ આપતા હતા.

સુરતમાં છેલ્લા કેટલાય સમયથી ઘરફોડ ચોરીના અસંખ્ય બનાવો સામે આવી રહ્યા હતા. આ ઉપરાંત સુરતમાં ચડ્ડી બનિયાન ધારી ગેંગનો આતંક હોવાની વાત પણ સામે આવી હતી. ત્યારે સુરત ક્રાઈમ બ્રાંચને આ ગેંગ ઝડપવામાં સફળતા મળી છે. સુરત ક્રાઈમ બ્રાંચને બાતમી મળતા અલગ અલગ ટીમ બનાવી મોટા વરાછા લેક ગાર્ડન પાસે કોમ્બિંગ કરી 10 આરોપીઓને પકડી પાડ્યા છે. ઝડપાયેલા આરોપીની પૂછપરછ કરતા તમામ આરોપીઓ મધ્ય પ્રદેશના વતની હોવાનુ સામે આવ્યું છે.

શું હતી મોડેસ ઓપરેન્ડી

પોલીસે આરોપીઓની કડક પૂછપરછ જાણવા મળ્યું હતું કે આરોપીઓ શહેર વિસ્તારમાં પડાવ નાખી દિવસ દરમ્યાન ફુગ્ગો વેચવાનો ધંધો કરતા હતા. અને બાદમાં રીક્ષામાં બેસી ખુલ્લી જગ્યા નજીક વી.આઈપી બંગલાઓ હોય તેવી જગ્યાઓની રેકી કરી રાત્રીના સમએ લોકડાઉનનો સમય થાય તે પહેલા ત્યાં છુપાઈ જતા હતા. અને રાત્રીના સમયે કોઈ ઓળખી ન શકે તે માટે કપડા કાઢી ચડ્ડી બનિયાન પહેરી લેતા હતા. અને બાદમાં બંગલાઓને નિશાન બનાવી અંદર પ્રવેશી ત્યાં જમી પણ લેતા હતા અને રાત્રીના સમયે ચોરી કરી સવાર સુધી ત્યાં આસપાસ છુપાઈ રહેતા હતા અને સવાર પડતા જ તેઓ પરત કપડા પહેરી રીક્ષામાં બેસી અમરોલી પાસે આવેલી ખુલ્લી જગ્યામાં પરત આવી ચોરી કરેલો માલ સરખા ભાગે વહેચી લેતા હતા. આ ઉપરાંત ચોરી દરમ્યાન તેઓ પોતાની સાથે દરવાજા,બારી તોડવા માટેના તમામ સાધનો તેમજ પથ્થરો અને હથીયારો રાખતા હતા અને કોઈ વ્યક્તિ જાગી જાય કે પકડવા આવે તો જીવલેણ હુમલો કરવાના સુધીની તૈયારીઓ રાખતા હતા.

14 ગુનાના ભેદ ઉકેલાયા

પોલીસે આરોપીઓની કડક પૂછપરછ કરતા ખુદ પોલીસ પણ ચોકી ઉઠી હતી. આરોપીઓએ આવી જ રીતે જહાન્ગીપુરા, કાપોદ્રા, કતારગામ, ખટોદરા, ઉમરા, જહાંગીરપુરા, સરથાણા, અમરોલી, ચોકબજાર, સીંગણપોર, જેવા વિસ્તારોમાં ઘરફોડ ચોરીના ગુનાને અંજામ આપ્યો હતો અને પોલીસ તપાસમાં ૧4 ગુનાના ભેદ ઉકેલાઈ ગયા હતા

કબજે કરાયેલ મુદામાલ

પોલીસે આરોપીઓ પાસેથી 1.48 લાખની કિમતના સોના ચાંદીના દાગીના, 36 હજારની રોકડ રકમ, 1.48 લાખની કિમતની 8 કાંડા ઘડિયાળ અને 34 હજારની કિમતના 8 મોબાઈલ ફોન કબજે કર્યા હતા. આ ઉપરાંત પોલીસે તેઓની પાસેથી લોખંડનું ગનેસીયું, બે પેચીયા, તાર કટિંગ કરવાનું પક્કડ, વાંદરી પાનું, ગિલોલ, લોખંડની કાનસ સહીતનો મુદામાલ કબજે કર્યો હતો

ચડ્ડી બન્ડી ગેંગના આ 10 સાગરીતો ઝડપાયા

નંદુ કનૈયા પારઘી, દિનેશ બંનેસિંગ પારધી, બાપુસિંગ ઉર્ફે બાપુ, બલ્લાભાઈ કનૈયાલાલ ભીલ, કાલુબાલા બામણી, રાજકુમાર ચુન્નીલાલ પવાર, રાજુ બાલા સોલંકી, વિકાસ બાબલા સોલંકી, અર્જુન પ્રેમીસિંગ સોલંકી અને સીમ્બા દુર્ગા પવાર

6 આરોપીઓ વોન્ટેડ

આ ઘટનામાં પોલીસે તેઓના સાથીદારો રુકેશ ઉર્ફે ચોટલી, સુરેશ પારધી, દેવા રૂપા પારધી, સચિન બલ્લા ભીલ, ગજરાજ, મોન્ટી નંદુ પારધી અને કાલા નામના 6 ઇસમોને વોન્ટેડ જાહેર કરી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે

અન્ય રાજ્યોમાં પણ ઘરફોડ ચોરી કરી હોવાનું બહાર આવ્યું

પોલીસે આરોપીની કડક પૂછપરછ કરતા આરોપીઓએ ગુજરાત બહારના અલગ અલગ શહેરો જેવા કે અમદાવાદ, આણંદ, ખેડા, ડીસા, વલસાડ, બરોડા, નવસારી, તેમજ મુંબઈ, બિહાર, રાજસ્થાન, એમ.પી, પંજાબ ખાતે પણ આવી જ રીતે ઘરફોડ ચોરી કરી હોવાનું જણાવ્યું હતું.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud