• સુરતના દરિયા કિનારાના વિસ્તારોમાં તૌકતે વાવાઝોડાની દહેશતે પગલે ગઈ કાલથી જ ચાંપતો પોલીસ બંદોબસ્ત મૂકી દેવામાં આવ્યો
  • ડુમસ કિનારે માણસ ઉભો પણ રહી ન શકે તેટલી જોરથી પવન ફૂંકાઇ રહ્યા છે
  • લોકોને જમવાનું પીરસતી નાની લોજ, અને લારીઓ પવનના જોરના કારણે ઊંઘી પડી ગઈ
  • સમય જતાં તૌકતે નું જોર વધી રહ્યું છે

WatchGujarat. તૌકતે વાવાઝોડું ગુજરાતના દરિયા કાંઠાના વિસ્તારોમાં પહોંચીને ધમરોળી રહ્યું છે. ત્યારે સહેલાણીઓની અતિપ્રિય જગ્યા સુરતના ડુમસ દરિયા કિનારાના વિસ્તારોમાં તબાહી મચાવી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. એક સમયે જે સ્થળે લોકોની ભારે ચહલ પહલ રહેતી હતી ત્યાં આજે લારીઓ ઊંઘી પડેલી જોવા મળી હતી.

https://youtu.be/9oN1YnfJvcU

સુરતના દરિયા કિનારાના વિસ્તારોમાં તૌકતે વાવાઝોડાની દહેશતે પગલે ગઈ કાલથી જ ચાંપતો પોલીસ બંદોબસ્ત મૂકી દેવામાં આવ્યો હતો. આજે સ્થિતિ વધુ વિકટ બની છે. તાકતવર તૌકતે ની અસરને પગલે ડુમસ કિનારે ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ડુમસના દરિયા કિનારે જ્યાં એક સમયે લોકોની ભારે ચહલ પહલ જોવા મળતી હતી ત્યાં હવે તબાહીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. તાકતવર તૌકતેએ માચાવેલી તબાહીના દ્રશ્યો લોકોને બતાવવા માટે watchgujarat.com ના રિપોર્ટર સ્થળ પર પહોંચ્યા હતા. રિપોર્ટર રૂપેશ સોનાવણે ના જણાવ્યા અનુસાર, ડુમસ કિનારે માણસ ઉભો પણ રહી ન શકે તેટલી જોરથી પવન ફૂંકાઇ રહ્યા છે. પવનના જોરના કારણે સતત વ્યક્તિ પડી જાય તેવો અહેસાસ થાય છે. ડુમસ કિનારે હાલ તો પોલીસ બંદોબસ્ત મૂકી દેવામાં આવ્યો છે. ડુમસ કિનારે આવતા લોકોને જમવાનું પીરસતી નાની લોજ, અને લારીઓ પવનના જોરના કારણે ઊંઘી પડી ગઈ છે. ડુમસ કિનારે આવેલા નાના મોટા અનેક ઝાડ ઉખડીને પડ્યા છે.

રૂપેશ સોનાવણે એ વધુમાં જણાવ્યું કે, તૌકતે વાવાઝોડા બાદ ડુમસ દરિયા કિનારો લોકો માટે ફરી શરૂ કરતાં પહેલાં તંત્રએ સમારકામ કરવું પડશે. તેના સિવાય ડુમસ નો કિનારો લોકો માટે ખોલવો ઉચિત નથી. જેમ જેમ સમય પસાર થઈ રહ્યો છે તેમ તેમ તૌકતેનું જોર વધી રહ્યું છે. અને તબાહી મચાવી રહ્યું છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud