• શહેરના વેસુ વિસ્તારની ઘટના સીસીટીવીમાં કેદ થઇ
  • કારમાં સવાર હતા જાણીતી બેકરીના માલિક અતુલ વેકરિયા
  • અકસ્માતને પગલે ઉશ્કેરાયેલા ટોળાએ અતુલ વેકરિયાને પોલીસને હવાલે કર્યો
  • અતુલ વેકરિયા પોતે કાર ચલાવી રહ્યાં હતા કે ડ્રાઇવર પોલીસે તપાસ શરૂ કરી

WatchGujarat સુરતની જાણીતી બેકરી અતુલ બેકરીના માલિક અતુલ વેકરીયાની કારે બે થી ત્રણ મોપેડ ચાલકોને અડફેટે લીધા હતા. ઇજાગ્રસ્ત લોકોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બીજી તરફ બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને અતુલ વેકરિયાની અટકાયત કરી છે.

સુરતના વેસુ સ્થિત  J.H અંબાણી સ્ફુલ નજીક સુરતની પ્રખાયત અતુલ બેકરીના માલિક અતુલ વેકરિયા પોતાની કાર લઈને પસાર થઈ રહ્યા હતા. દરમ્યાન તેઓની કારે બે થી ત્રણ વાહનોને અડફેટે લીધા હતા. આ ઘટનામાં 3 થી 4 લોકોને ઇજાઓ પહોંચી હોવાનુ જાણવા મળી રહ્યું છે. બનાવને લઈને લોકટોળુ એકત્ર થઈ ગયું હતું. અકસ્માતને પગલે ટ્રાફિકજામની સ્થિતિ પણ સર્જાઈ હતી. બીજી તરફ બનાવની જાણ થતાં પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અને અતુલ વેકરિયાની અટકાયત કરવામાં આવી હતી.

અકસ્માતની ઘટના બની ત્યારે અતુલ વેકરિયા પોતે કારમાં જ હાજર હતા. પરંતુ કાર કોન ચલાવી રહ્યું હતું તે હજી સ્પષ્ટ થયુ નથી. અકસ્માત થતાની સાથે જ ટોળે વળેલા લોકોએ અતુલ વેકરિયાને પકડી પાડી પોલીસને હવાલે કર્યો હતો. જે વીડિયોમાં સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યું છે. જ્યારે પોલીસે વેકરિયાની અટકાયત કરી ત્યારે અતુલ વેકરીયાને ચાલવાનું કે બોલવાનું પણ ભાન ના હતું. પોલીસે જ્યારે તેને પકડી PCR વનમાં લઈ જઈ રહી હતી ત્યારે વેકરિયાએ પોતાનો મોબાઈલ ફોન ખિસ્સામાંથી કાઢી એકસીડન્ટ થયેલી ગાડીઓના ફોટા પાડવાનું શરૂ કરી દીધું હતું. ત્યારે પોલીસે તેમને અટકાવ્યા હતા.

પોલીસે ઘટના સ્થળે પહોંચી અતુલ વેકરિયાની અટકાયત કરતા, કાર પોતે નહિ પણ ડ્રાઈવર ચલાવી રહ્યો હોવાનુ રટણ કરી રહ્યાં હતા. અને અકસ્માત સર્જી ડ્રાઇવર ફરાર થઈ ગયો હોવાનું પણ જણાવી રહ્યા હતા. જોકે સ્થળ ઉપર હાજર લોકોનું કહેવું હતું કે, કાર અતુલ વેકરિયા જ ચલાવી રહ્યા હતા. જોકે પોલીસ દ્વારા ઘટના સ્થળ નજીક લાગેલા CCTV ફૂટેજ કબ્જે કરી આ મામલે તપાસ શરૂ કરી હોવાનું જાણવા મળ્યું છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud