સુરતના જ્વેલરી શોપમાં ગ્રાહકના સ્વાંગમાં આવેલી ત્રણ મહિલાઓ પહોંચી હતી.
સોનાના દાગીના જોવાના બહાને મહિલાઓએ રૂ. 1 લાખની કિંમતની બે સોનાની ચેઇન ચોરી
જ્વેલરી શોપમાં લાગેલા સીસીટીવી કેમેરામાં સમગ્ર ઘટના થઇ કેદ
WatchGujarat. સુરતના સરથાણા સ્થિત શ્યામધામ ચોક ખાતે આવેલા જવેલર્સમાં ગ્રાહકના સ્વાંગમાં આવેલી ત્રણ અજાણી મહિલાઓ સ્ટાફની નજર ચૂકવી 1 લાખની કિમતની બે સોનાની ચેઈન ચોરી કરી ફરાર થઇ ગયી હતી. આ બનાવ અંગે જવેલર્સના માલીકને જાણ થતા તેઓએ સમગ્ર મામલે સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં પોલીસે ગુનો નોંધી તેમજ સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરુ કરી છે
https://youtu.be/9mSk5k21tL0
સુરતના સરથાણા સ્થિત આવેલી નિર્મળનગરમાં રહેતા 37 વર્ષીય સંજયભાઇ હરજીભાઇ ત્રાડા સરથાણા સ્થિત શ્યામધામ ચોક પાસે માણકી જવેલર્સ ધરાવે છે. ગત 28 મેં ના રોજ તેઓની દુકાને ત્રણ અજાણી મહિલાઓ ગ્રાહક બનીને આવી હતી. અને ત્યાં કામ કરતા સ્ટાફને સોનાની ચેઈન બતાવવા કહ્યું હતું. અને બાદમાં દાગીના ગમતા નથી તેમ જણાવી ત્યાંથી ફરાર થઇ ગયી હતી. ગત 29 મેના રોજ જવેલર્સના માલિકે દાગીના તપાસતા તેમાંથી બે સોનાની ચેઈન ગાયબ હતી જેથી તેઓએ આ મામલી સ્ટાફની પૂછપરછ કરી હતી. પરંતુ સ્ટાફે કોઈ ચેઈન લીધી ન હોવાનું જણાવ્યું હતું. જેથી દુકાન માલિકે ત્યાં લાગેલા સીસીટીવી ફૂટેજ તપસ્યા હતા. જેમાં ગત 28 મેં ના રોજ ગ્રાહકના સ્વાંગમાં આવેલી ત્રણ મહિલાઓ 1 લાખની કિમતની સોનાની બે ચેઈન ચોરી કરતા નજરે ચડી હતી. આ ઘટના બાદ જવેલર્સ માલિકે તાત્કાલિક સરથાણા પોલીસ મથકમાં અરજી આપી હતી અને ત્યારબાદ 12 જુનના રોજ સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. આ ઘટનામાં સરથાણા પોલીસે જવેલર્સ માલિકની ફરિયાદના આધારે ગુનો નોંધ્યો છે. અને સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓને પકડવાના ચક્રોગતિમાન કર્યા છે.
સમગ્ર ઘટના સીસીટીવીમાં થઇ કેદ
30 અને 40 વર્ષીય ત્રણ મહિલાઓએ કરેલી ચોરી ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ જવા પામી છે. જેમાં જોઈ શકાય છે કે મહિલાઓ ગ્રાહકના સ્વાંગમાં આવે છે અને ત્યાં હાજર સ્ટાફને સોનાની ચેઈન બતાવવાનું કહે છે અને બાદમાં નજર ચુકવી ચેઈનની ચોરી કરી ફરાર થઇ જાય છે. ત્રણેય મહિલાઓએ 13 ગ્રામ અને 7 ગ્રામની કુલ રૂ.1 લાખની કિંમતની સોનાની બે ચેઈનની ચોરી કરી હતી. આ ઘટના બાદ આખરે સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. જેમાં પોલીસે તપાસ શરુ કરી છે.
- સુરતના જ્વેલરી શોપમાં ગ્રાહકના સ્વાંગમાં આવેલી ત્રણ મહિલાઓ પહોંચી હતી.
- સોનાના દાગીના જોવાના બહાને મહિલાઓએ રૂ. 1 લાખની કિંમતની બે સોનાની ચેઇન ચોરી
- જ્વેલરી શોપમાં લાગેલા સીસીટીવી કેમેરામાં સમગ્ર ઘટના થઇ કેદ