ઉધના વિસ્તારમાં ગત રોજ બનેલી ઘટના
કારમાં બેસેલા પિતાને ફોન આવત તેઓ બહાર નિકળ્યા અને કાર અંદરથી લોક થઇ ગઇ
WatchGujarat બાળકોને કારમાં એકલા મુકવા કેટલીક વખત જોખમી સાબીત થઇ છે. કારમાં સેન્ટર લોકીંગ સિસ્ટમ અનેક વખત બાળકો માટે ધાતકી સાબીત થઇ શકે તેવો એક વધુ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જ્યાં ઉધના વિસ્તારમાં પિતા સાથે બેઠેલા બે બાળકો પૈકીનો એક કાર લોક થઇ જતા અંદર પુરાઇ ગયો હતો. જોકે છેવટે કારનો પાછળનો કાંચ તોડી અંદર પુરાઇ ગયેલા બાળકને સહી સલમાત બહાર કાઢી લેવામાં આવ્યો હતો.
https://youtu.be/QzgEQ37SAnA
આ બનાવની વિગત એવી છે કે, ઉધના વિસ્તારની સાંઈ સમર્પણ સોસાયટી પાસે રહેતા મોહનલાલ પ્રજાપતિના બંને બાળકો ઘર પાસે રમી રહ્યા હતા. દરમિયાન પિતાએ બન્ને બાળકોને કારમાં બેસાડ્યા હતા અને પોતે ડ્રાઇવીંગ સીટ ઉપર બેઠા હતા. તેવામાં અચાનક તેમના મોબાઇલ ફોનની રીંગ વાગતા તેઓ વાત કરવા માટે નિચે ઉતર્યા હતા. જોકે તકેદારીના ભાગરૂપે પિતાએ કારનો પાછળનો દરવાજો ખુલ્લો રાખ્યો હતો. પરંતુ બે બાળકો પૈકીનો એક પિતાની સાથે કારમાંથી બહાર નિકળી દરવાજો બંધ કરી દેતા કાર લોક થઇ ગઇ હતી.
આ સમયે બાળકોના પિતા ફોન પર વાત કરી રહ્યાં હતા. તેવામાં અચાનક તેમની નજર પડતા કારમાં પુરઇ ગયેલા પુત્રને બહાર કાઢવાના પ્રયાસો શરૂ કરાયા હતા. આસપાસમાં રહેતા લોકો એકઠા થતાં કારનુ લોક ખોલવા માટે ચાવી વાળાની પણ મદદ લેવામાં આવી હતી. પરંતુ કોઇ સફળતા મળી ન હતી. દરમિયાન પેટ્રોલીંગમાં નિકળેલા ઉધના પોલીસ સ્ટેશનના પી.આઇએ મોટી સંખ્યામાં ભેગા થયેલા લોકોનુ ટોળુ જોતા પોતાની કાર ઉભી કરાવી દીધી હતી.
દરમિયાન નજીકમાં આવેલા ગેરેજમાં કામ કરતા મેકેનિકને બોલાવી કારની પાછળનો કાંચ તોડી બાળકને સહી સલામત રીતે બહાર કાઢી લેવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી. નોંધનીય છે કે, બાળકોના હાથ કારની ચાવી આપવી અને આ રીતે કારમાં એકલા મુકી જેવુ ક્યારેક મોટી મુસીબત ઉભી કરી શકે છે. જેથી આ પ્રકારની ભૂલ આપણે ક્યારે ન કરવી જોઇએ
- ઉધના વિસ્તારમાં ગત રોજ બનેલી ઘટના
- કારમાં બેસેલા પિતાને ફોન આવત તેઓ બહાર નિકળ્યા અને કાર અંદરથી લોક થઇ ગઇ