કિમ નજીક પાલોદ ગામની સીમમાં મોડી રાત્રે 12 વાગ્યાની આસપાસ સર્જાયો ગમખ્વાર અકસ્માત
શેરડી ભરેલા ટ્રેકટર સાથે ડમ્પર અથડાયા બાદ ફુટપાથ ઉપર સુતેલા 18 શ્રમજીવીઓ ઉપર ફરી વળ્યું
તમામ શ્રમજીવીઓ રાજસ્થાન ના બાંસવાડા જીલ્લા ના કુશલગઢ ના વતની હોવાનું બહાર આવ્યું છે
6 માસની બાળકીનો બચાવ માતા-પિતાનુ મોત
WatchGujarat સુરતના કીમ ચાર રસ્તા નજીક પાલોદ ગામની સીમમાં કીમ માંડવી રોડ પર મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં શેરડી ભરેલા ટ્રક સાથે ડમ્પરનો અકસ્માત થતા સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવ્યુ હતુ. અને ફૂટપાથ પર સુતેલા 18 શ્રમજીવીઓ પર ડમ્પર ફરી વળતા એક બાળકી સહીત 15ના મોત નિપજ્યા હતા. જ્યાં અન્યની હાલત ગંભીર હોવાનુ જાણવા મળી રહ્યું છે. #Surat
સોમવારની રાતે કીમ માંડવી રોડ પર કીમ હકાર રસ્તા નજીક એક બેકાબુ બનેલા કાળમુખી ડમ્પરે 15 લોકો નો ભોગ લીધો છે, રાત્રી ના 12 વાગ્યાની આસપાસ આ ડમ્પર કીમ ચાર રસ્તાથી માંડવી તરફ જઈ રહ્યું હતુ. દરમ્યાન સામેથી આવી રહેલા શેરડી ભરેલા ટ્રેક્ટર અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ત્યારબાદ ડમ્પર ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા રોડની બાજુમાં ફૂટપાથ પર ડમ્પર ચઢી જતા નિદ્રાધીન 18 જેટલા શ્રમ જીવીઓને કચડી નાખ્યા હતા.
જેમાં એક બાળકી સહીત 15 લોકોના મોત નીપજ્ય હતા. જયારે 6 જેટલા શ્રમજીવી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા 108 વડે સુરત સ્મીમેર હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. અકસ્માતના આ બનાવમાં ટ્રક ચાલક અને ક્લીનર ને પણ ગંભીર ઈજાઓ થતા તેઓને પણ સારવાર અર્થે સુરત ખસેડાયા હતા. ઘટનાંની જાણ થતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહીતનો કાફલો ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો. જ્યાં પોલીસે તમામ મૃતકોના મૃતદેહને પી.એમ માટે કોસંબા ખાતે ખસેડ્યા હતા.
બેકાબુ બનેલા કાળમુખી ડમ્પરે કચડેલા તમામ શ્રમજીવીઓ રાજસ્થાનના બાંસવાડા જીલ્લાના કુશલગઢના વતની હોવાનું જણવા મળી રહ્યું છે. આ તમામ લોકો દિવસ દરમ્યાન મજૂરી કામ કરી પોતાનું ગુજરાન ચલાવતા હતા. જોકે ડમ્પરે આ શ્રમજીવીઓને કચડ્યા બાદ ફૂટપાથની બાજુમાં બનેલી ચાર થી પાંચ દુકાનોનો પણ કચ્ચરઘાણ વળ્યો હતો, અકસ્માતની ઘટના માં એક 6 માસની બાળકી નો આબાદ બચાવ થયો હતો જયારે એના માતા પિતા મૃત્યુ પામ્યા હતા
More #Surat #kim #road #footpath #dumper #major #accident #late #night #Watchgujarat