સુરતના વેડરોજ વિસ્તારમાં CID ક્રાઇમે બે જુદા જુદા સ્થળે દરોડા પાડ્યાં હતા.
દુકાન અને ગોડાઉનમાંથી કુલ રૂ. 71.73 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
ભાજેબાજો બ્રાન્ડેડ કંપનીના નામે ગ્રાહકોને ડુપ્લીકેટ શૂજ અને ચપ્પલ પહેરાવતા હતા
4 નવેમ્બરે વડોદરામાં CID ક્રાઇમે માંડવી અને પાણીગેટ વિસ્તારમાં દરોડો પાડી રૂ. 59.28 લાખના બ્રાન્ડેડ કંપનીના ડુપ્લીકેટ શૂઝ જપ્ત કરી એકની ધરપકડ કરી હતી.
સુરત. દિવાળીની ખરીદી પુર જોશમાં ચાલી રહીં છે. ત્યારે બજારોમાં ડુપ્લીકેટ ચીજ વસ્તુઓનુ પણ ધુમ વેચાણ થઇ રહ્યું છે. તેવામાં રાજ્યામાં ખુબ જ મોટા પાયે બ્રાન્ડેડ કંપનીના નામે ડુપ્લીકેટ શૂઝનુ વેચાણ થતુ જુવા મળી રહ્યું છે. જેના પરિણામાં CID ક્રાઇમની ટીમ દ્વારા સુરતના વેડ રોડ દરોડો પાડી રૂ. 71.73 લાખના બ્રાન્ડેડ કંપનીના ડુપ્લીકેટ શૂઝ જપ્ત કરી બેની ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે, ગત તા. 4 નવેમ્બરના રોજ CID ક્રાઇમે વડોદરામાં દરોડા પાડી રૂ. બ્રાન્ડેડ કંપનીના 59.28 લાખના ડુપ્લીકેટ શૂઝ સાથે એકની ધરપકડ કરી હતી.
સુરતના વેડ રોડ વિસ્તારમાં ખુબ મોટા પાયે બ્રાન્ડેડ કંપનીના ડુપ્લીકેટ શૂઝનુ વેચાણ થઇ રહ્યું હોવાનુ બાતમી CID ક્રાઇમની ટીમને મળી હતી. જેના આધારે વેડ રોડ વિસ્તારમાં આવેલા ફટાકડાવાળીમાં રવિવારે દરોડો પાડી નવ શક્તિ ફેશન નામની દુકાનમાંથી બ્રાન્ડેડ કંપનીના ડુપ્લીકેટ શૂઝ અને ચપ્પલનો જથ્થો ઝડપી પાડ્યો હતો. બ્રાન્ડેડ કંપનીના ડુપ્લીકેટ શૂઝ ચપ્પલ વેચનાર રઈસ અહમદ મોતિવાલાની આ મામલે ધરપકડ કરી કુલ રૂ. 49.77 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામા આવ્યો હતો.
જ્યારે આજ વિસ્તારમાં આવેલા પ્લોટ નંબર 1માં પણ દરોડો પાડી તપાસ કરતા સાહિલ ઈરફાન શેખ બ્રાન્ડેડ કંપનીના ડુપ્લીકેટ શૂઝ અને ચપ્પલ વેચતા દુકાનમાંથી ઝડપાયો હતો. પોલીસે દુકાનમાંથી રૂ. 21.95 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આમ પોલીસે બે લોકોની ધરપકડ કરી હતી અને કુલ 71.73 લાખના ડુપ્લીકેટ બુટ ચંપલ કબ્જે કર્યા હતા અને બન્ને આરોપીઓ સામે કોપીરાઇટ એકટના ભંગ બદલ કાર્યવાહી કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે ગત તા. 4 નવેમ્બરના રોજ વડોદરના પાણીગેટ અને માંડવી વિસ્તારમાં CID ક્રાઇમે દરોડો પાડી રૂ. 59.28 લાખના ડુપ્લીકેટ શૂઝ સાથે એકની ધરપકડ કરી હતી.