સુરત ક્રાઇમ બ્રાન્ચે બે કિશોર સહીત ચારને દબોચી પાંચ ગુનાનો ભેદ ઉકેલાયો
આ ગેંગ દ્વારા અમરોલી અને કામરેજ વિસ્તારમાં વાહન ચાલકોને ચપ્પુ બતાવી લુંટી લીધા હતા
સુરત. દિવાળીનો તહેવાર આવતા જ ગુંડાગીરી કરતા લબરમુછીયાઓ ચોર, લુંટારૂ અને ઘાડ પાડુઓની ગેંગ સક્રીય બની જતી હોય છે. તેવામાં સુરત ખાતે પણ ટાબરીયા ગેંગે છેલ્લા થોડાક દિવસોમાં આતંક મચાવી દીધો હતો. જેમાં વાહન ચાલકોને ચપ્પુ બતાવી લુંટી લીધી હોવાની ઘટના સામે આવી હતી. જેથી સુરત ક્રાઇમ બ્રાન્ચ હરકતમાં આવતા ચપ્પુની અણીએ લુંટ કરનાર બે સગીર સહીત ચારને દબોચી લીદા હતા.
સુરતના અમરોલી તેમજ કામરેજ વિસ્તારમાં લોકોને ચપ્પુની અણીએ ડરાવી ધમકાવી લુંટ કરતા બે ઈસમો અને બે કિશોરને ક્રાઈમ બ્રાંચની ટીમે ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી કુલ ૫૧ હજારની મત્તા કબજે કરી હતી અને અમરોલીના ૨ અને કામરેજ પોલીસ મથકના ૩ ગુનાના ભેદ ઉકેલી કાઢ્યા હતા.
સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે, પુણા સીમાડા કેનાલ રોડ પાસેથી વિજય ઉર્ફે વોન્ટેડ ઉર્ફે કાલીયા વિનુભાઇ વાઘેલા અને રવિન્દ્ર ઉર્ફે રવિ પ્રવિણભાઇ ચૌહાણ તથા બે કિશોર લુંટની વારદાતને અંજામ આપી ફરી રહ્યાં છે. જેથી ક્રાઇમ બ્રાન્ચની ટીમે તાત્કાલીક આ ચારેયને દબોચી લીધા હતા. પોલીસે તેમની ઝડતી કરતા ચોરીના ત્રણ મોબાઇલ અને એક બાઇક મળી કુલ 51 હજારની મત્તા કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસે આતમામની પુછપરછ કરતા કિશોરોએ પૂછપરછમાં કિશોરોએ જણાવ્યું હતું કે આગામી દિવસોમાં દિવાળીનો તહેવાર હોય દિવાળીનો તહેવાર કરવા માટે પોતાના સાગરિત સાગર ઉફે એસ.ડી. સોલંકી તથા જાહિર ઉર્ફે જયલો પઠાણ સાથે મળી અમરોલી તેમજ કામરેજ વિસ્તારમાં વાહન ચાલકોને ચપ્પુ બતાવી લુંટી લીધા હતા. આમ પોલીસે અમરોલી વિસ્તારના ઘાડના બે ગુના અને કામરેજ ગ્રામ્યના એક ઘાડ અને બે લુંટના ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે અને આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.