• હોસ્પિટલમાં દાખલ દર્દીઓના મોબાઇલ ફોન ચોરી થતા હોવાની અનેક ફરીયાદો ઉઠી હતી.
  • હોસ્પિટલના કોવિડમાંથી દર્દીઓના મોબાઇલ ચોરીની તપાસ પોલીસે હાથ ધરતા સીસીટીવીમાં ચોર ઝડપાયો
  • પોલીસે મોબાઇલ ચોર તેજસ રાઠોડ પાસેથી 5 મોબાઇલ ફોન કબજે કર્યાં

WatchGujarat. સુરતની સિવિલ હોસ્પિટલમાં આવેલી કોવીડ હોસ્પીટલમાં દાખલ દર્દીઓના મોબાઈલ ચોરીની ઘટનાઓ સામે આવી રહી હતી. દરમ્યાન પોલીસે ત્યાં લાગેલા સીસીટીવી ફૂટેજ તપાસ કરતા એક શખ્સ PPE કીટ પહેરી ચોરી કરતા નજરે ચડ્યો હતો. આ ઘટનામાં પોલીસે મોબાઈલ ચોરી કરનારા શખ્સને ઝડપી પાડી ચોરીના 5 મોબાઈલ ફોન કબજે કર્યા છે. જોકે હોસ્પિટલના કોવિડ વોર્ડમાં મોબાઇલ ચોરી સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી.

સુરતની નવી સિવિલ હોસ્પીટલમાં આવેલી કીડની હોસ્પીટલમાં હાલમાં કોરોનાના દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે. દરમ્યાન અહી દાખલ દર્દીઓના મોબાઈલ ચોરી થવાની ઘટના સામે આવી હતી જેથી આ મામલે પોલીસને ફરિયાદ કરવામાં આવી હતી. આ બનાવને લઈને ખટોદરા પોલીસે ત્યાં લાગેલા સીસીટીવી ફૂટેજ તપસ્યા હતા. જેમાં એક ઇસમ પીપીઇ કીટ પહેરીને કોવીડ વોર્ડમાં જઈને દર્દીઓના મોબાઈલ ચોરી કરતા નજરે ચડ્યો હતો. જેથી પોલીસે આ મામલે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી અને ખટોદરા પોલીસે પાંડેસરા સ્થિત રવી નગર સોસાયટીમાં રહેતા મોબાઇલ ચોર તેજસ ઉર્ફે તેજુ રાજેન્દ્ર રાઠોડ  સીસીટીવી ફૂટેજના આધારે પકડી પાડી તેની પાસેથી ચોરીના 5 મોબાઇલ મળી કુલ 21,500ના મુદ્દામાલ કબજે કર્યા હતા.

કોવિડ-19 હોસ્પિટલમાં સર્વન્ટ તરીકે કામ કરતો હતો

પોલીસે આરોપીની કડક પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે  તે બે મહિના પહેલા નવી સિવિલની કોવિડ-19 હોસ્પિટલમાં સર્વન્ટ તરીકે કામ કરતો હતો. જેથી તેને તમામ ગતિવિધિઓની ખબર હતી. અગાઉ તે પાંડેસરા પોલીસમાં પણ મોબાઇલ ચોરીમાં પકડાયો હતો. સીસીટીવી ફૂટેજમાં તે એક પેશન્ટનો મોબાઇલ ચોરી કરી પીપીઈ કીટની ચેઇન ખોલી ખિસ્સામાં મુકતો દેખાય છે. ખટોદરા પોલીસે સ્ટાફની પૂછપરછ કરતા તેમાં નવી સિવિલના સ્ટાફના ભૂતકાળના રેકોર્ડમાં રીઢાચોરનું નામ સામે આવ્યું હતું.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud