શું ખાસિયત છે આ પાર્કિંગ પોલિસીની ??
વાહનચાલકો પાર્કિંગ ફી કે ઇલેક્ટ્રિક ચલણ મોબાઈલથી ચૂકવી શકે તેવી વ્યવસ્થા.
દિવ્યાંગો,આધુનિક વાહનો અને સાઇકલ નિઃશુલ્ક પાર્ક થઈ શકે તે માટેની પણ વ્યવસ્થા ઉભી કરાઈ
[caption id="attachment_1396233" align="aligncenter" width="2048"] surat vehicles parking policy[/caption]
WatchGujarat. સુરતમાં વાહનોની સમસ્યા દિનપ્રતિદિન વધી રહી છે. આ જ કારણ છે કે હવે વાહનો ખરીદવું તો સરળ થઈ ગયું છે. પણ એ ગાડી લઈને ફરવું અને પાર્ક ક્યાં કરવું તે મોટો પ્રશ્ન થઈ ગયો છે. તેવામાં સુરત મહાનગરપાલિકા ગુજરાતમાં પાર્કિંગ પોલિસી લાવનાર પહેલી કોર્પોરેશન પણ બની છે..
શું ખાસિયત છે આ પાર્કિંગ પોલિસીની ??
ઓન સ્ટ્રીટ અને ઓફ સ્ટ્રીટ પાર્કિંગ માટેની સુવિધા માટે નિયત દર.
વાહનમાલિકો આવાસ કે કામકાજના સ્થળે વાર્ષિક કે અર્ધવાર્ષિક દર ચૂકવીને પાર્કિંગ અને વપરાશની રજા ચિઠ્ઠી મેળવી શકે છે..
દિવ્યાંગો,આધુનિક વાહનો અને સાઇકલ નિઃશુલ્ક પાર્ક થઈ શકે તે માટેની પણ વ્યવસ્થા ઉભી કરાઈ..
નો પાર્કિંગ ઝોન અને અલગ પાર્કિંગ પ્લાન તૈયાર..

સરકારી શાળા,કચેરી કે ખુલ્લી રહેતી જગ્યા પર શેરિંગના ધોરણે પાર્કિંગને પ્રોત્સાહન.
પાર્કિંગ પોલિસીનો અમલ કરવા 15 માર્શલ અને એક અધિકારી રહે છે હાજર.
મહત્વની વાત તો એ છે કે સુરતમાં અમલમાં મુકાયેલ આ પાર્કિંગ પોલિસી બાદ ગુજરાતમાં તે બાબતને લાગુ પાડવા હવે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી શરૂ થઈ છે. સરકારે જણાવ્યું છે કે સુરતમાં અમલી થયેલી પાર્કિંગ પોલિસીનો અન્ય શહેરોમાં તે લાગુ કરવા સરકાર તૈયાર છે.
[caption id="attachment_1396232" align="aligncenter" width="1600"] surat parking policy[/caption]
મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું હતું કે આ પાર્કિંગ પોલિસી લાગુ પડ્યા બાદ ટ્રાફિકમાં રાહત થઈ છે. સુરતમાં આ પોલિસીનો ફાયદો જોઈ હવે રાજ્યના પોર્ટ એન્ડ ટ્રાન્સપોર્ટ વિભાગે તેની તૈયારી શરૂ કરી છે.
સુરતમાં કુલ 83 જેટલા પાર્કિંગ સ્લોટ છે.43 જેટલા ઓન સ્ટ્રીટ અને ઓફ સ્ટ્રીટ પાર્કિંગ અને 11 મલ્ટીલેવલ પાર્કિંગની સુવિધા ઉભી કરાઈ છે. સુપ્રીમ કોર્ટ દ્વારા સુરત કોર્પોરેશનની કામગીરીની નોંધ લેવામાં આવી છે. અને હવે રાજ્યના મોટા શહેરો પણ સુરતની પાર્કિંગ પોલિસીને અનુસરવા જઈ રહ્યા છે. સુરત કોર્પોરેશનને અત્યારસુધી 10 કરોડ જેટલી આવક પણ થઈ છે. આગામી દિવસોમાં આ પાર્કિંગ પોલિસી પર વધુ એક્સપર્ટ ઓપિનિયન મેળવીને તેમાં જરૂર લાગે તો સુધારો કરીને આગળ વધવામાં આવશે.