• મુનમુન દત્તા દ્વારા સોશિયલ મીડિયામાં વિડિઓ વાઇરલ કરી વાલ્મિકી સમાજની લાગણી દુભાય તેવા શબ્દોનો ઉચ્ચાર કરવામાં આવ્યો હતો.
  • વિડિઓ વાઇરલ થતા મુનમુન દત્તા ભારે ટીકાઓ શરૂ થઇ હતી.
  • સુરત વાલ્મિકી સમાજ દ્વારા મુનમુન દત્તા સામે ફરીયાદ દાખલ કરવા માગ 

WatchGujarat. ટીવી સીરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની કલાકાર મુનમુન દત્તા ઉર્ફે બબીતા ઐયર વિવાદોમાં ઘેરાયેલી છે થોડા દિવસો અગાઉ સોશિયલ મીડિયામાં મુનમુન દત્તા દ્વારા એક વીડિયો વાયરલ કરવામાં આવ્યો હતો જેમાં તેમને વાલ્મિકી સમાજ વિષય અપશબ્દો બોલતા.તેમની સોશિયલ મીડિયામાં ભારે ટીકાઓ થઇ હતી. સુરત વાલ્મિકી સમાજ દ્વારા મુનમુન દત્તા સામે ફરિયાદ દાખલ થાય તે માટે સ્વાભિમાન સંસ્થા સંગઠને માંગણી કરી છે.

થોડા દિવસો અગાઉ ટીવી સીરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની કલાકાર મુનમુન દત્તાએ સોશિયલ મીડિયામાં એક વીડિયો શેર કર્યો હતો વીડિયોમાં તેમને કહ્યું હતું કે મારો એક વિડીયો youtube પર આવવાનો છે જેમાં હું સારી દેખાવા માંગુ છું આ શબ્દ કયા હતા અને આગળ તેમને વાલ્મિકી સમાજની લાગણી દુભાય તેવા શબ્દો વીડિયોમાં બોલ્યા હતા વિડીયો વાયરલ થયા બાદ મુનમુન દત્તા સામે વાલ્મિકી સમાજનો રોષ ફાટી નીકળ્યો હતો અને આ  બાબતે ગઈ 12 તારીખે સુરત વાલ્મિકી સમાજ દ્વારા મુનમુન દત્તા સામે ફરિયાદ દાખલ કરવા માટે કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું પરંતુ  પોલીસ દ્વારા કોઈ પણ કાર્યવાહી ન કરતા સ્વાભિમાન સંગઠન સંસ્થાના આગેવાનોએ મુનમુન દત્તા સામે જ્યાં સુધી ફરિયાદ ના નોંધાય ત્યાં સુધી ભૂખ હડતાળનો નિર્ણય લીધો હતો અને આજથી તેઓ ભૂખ હડતાલ પર ઉતરી ગયા છે.

આ બાબતે સંસ્થાના આગેવાનો કિરીટ વાઘેલાએ જણાવ્યું હતું કે, મુનમુન દત્તા દ્વારા વાલ્મિકી સમાજનું જે અપમાન કરવામાં આવ્યું છે, તેની સામે એફઆઈઆર દાખલ કરવા માટે અમે કલેક્ટર અને પોલીસ કમિશનરને આવેદનપત્ર આપ્યું હતું પરંતુ હજી સુધી મુનમુન દત્તા સામે પોલીસે એફઆઈઆર દાખલ નથી કરી જેથી મુનમુન દત્તા સામે સુરત પોલીસ ફરિયાદ દાખલ ના કરે ત્યાં સુધી અમે ભૂખ હડતાળ કરીશું. સંસ્થાના 10 જેટલા આગેવાનો આજથી કાનજી પુરા વિસ્તારમાં ભૂખ હડતાલ પર ઉતરી ગયા છે

અત્રે ઉલ્લેખનીય છે કે આ ઘટનાનો વિરોધ થતાં મુનમુન દત્તા દ્વારા તાત્કાલિક માફી પણ માંગી લેવામાં આવી હતી અને પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પરથી વિવાદિત વિડિયો પણ દૂર કરી દેવામાં આવ્યો હતો.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud