રૂપેશ સોનવણે (Watchgujarat). ભારતમાં વેકસિન આવી ત્યારથી જ વેકસિનને લઈને વિવાદો અને સવાલો યથાવત જ રહ્યા છે. વેકસિન જ કોરોનાથી બચવા માટે એકમાત્ર ઉપાય છે. પણ તેને લઈને લોકોમાં અંધશ્રધ્ધા અને મુંઝવણ આજદિન સુધી યથાવત રહી છે. નાસિકમાં રહેતા એક 71 વર્ષીય વ્યક્તિને વેકસિન લીધા બાદ સ્ટીલના વાસણો, ચલણી નાણાં શરીર પર ચોંટી ગયા હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો હતો. જોકે મહારાષ્ટ્રના આરોગ્ય મંત્રાલયે આ વાતને સ્પષ્ટપણે નકારી કાઢી હતી.

તેવામાં સુરતમાં પણ વેકસિન લીધા બાદ આવો જ એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. જેમાં પર્વત પાટિયા વિસ્તારમાં રહેતી 78 વર્ષીય વૃદ્ધાને વેકસીનના બે ડોઝ લીધા બાદ શરીર પર સિક્કા મેગ્નેટની જેમ ચોંટી જતા પરિવારજનો પણ આશ્ચર્યમાં મુકાયા હતા. પર્વત પાટિયા વિસ્તારમાં રહેતા 78 વર્ષીય વત્સલાબેન જગતાપે કોરોનાથી બચવા વેકસીનનો પહેલો ડોઝ 19 માર્ચના રોજ અને વેકસિનનો બીજો ડોઝ 19 એપ્રિલના રોજ લીધો હતો. વત્સલાબેનના પુત્રએ સોશિયલ મીડિયાના માધ્યમથી નાસિકના વૃદ્ધ પર વેકસિન લીધા બાદ સિક્કો શરીર પર ચોંટતો હોવાનો વિડીયો જોયો હતો. આ બાદ તેમણે પણ વિચાર્યું કે આવું તેઓ પણ આ પ્રયોગ કરી જુએ.

આજે સવારે જ્યારે તેમણે તેમની માતા પર આ પ્રયોગ કરી જોયો ત્યારે આશ્ચર્યની વચ્ચે માતાના શરીર પર સિક્કા અને ચમચી મેગ્નેટ ની જેમ ચીપકવા લાગ્યા હતા. આ વાતને લઈને તેઓ ચિંતામાં મુકાઈ ગયા અને તેમણે ડોકટરનો પણ સંપર્ક કરી જોયો. પણ ડોકટર પણ આ બાબતને લઈને વધુ સ્પષ્ટત્તા ન કરી શક્યા.

આ ઘટના બાબતે વત્સલાબેનના પુત્ર પૂનમ જગતપે વોચ ગુજરાત ડોટ કોમ સાથે ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે વેકસીન લીધા બાદ આ રીતે ચુંબકીય શક્તિ આવે એ વાત હું પણ નથી માનતો પરંતુ જે થઈ રહ્યું છે તે સાચું છે.પરંતુ આ બધું વેકસિન ના કારણે થઈ રહ્યું હોય એવું નથી કેમકે આ જ પ્રયોગ મેં મારા દસ વર્ષના પુત્ર વેદ પર પણ કર્યો હતો અને તેના શરીર પર પણ ચમચી અને સિક્કાઓ ચોંટવા લાગ્યા હતા મારો પુત્ર દસ વર્ષનો છે અને એને કોઈ પણ પ્રકારની કોરોનાની વેક્સિન આપવામાં નથી આવી. જેથી હું નથી માનતો કે આ બધું કોરોનાની વેકસિન ના લીધે થઇ રહ્યું હશે. વેકસિન સુરક્ષિત છે અને મારા માતાને બંને ડોઝ લીધા પછી કોઈપણ પ્રકારની આડઅસર નથી થઈ જેથી દરેક વ્યક્તિએ કોરોના ની વેકસિન લેવી જોઈએ અને આવી કોઈ પણ અફવાઓ પર ધ્યાન આપવું ન જોઈએ.

બીજી તરફ સુરતની મહિલામાં પણ વેકસિન લીધા બાદ મેગ્નેટની અસર આવી હોવાની વાત જ્યારે સુરત મનપાના આરોગ્ય કમિશનર આશિષ નાયકને કરવામાં આવી ત્યારે તેઓ આ બનાવથી અજાણ હોવાનું જણાવ્યું હતું. જોકે તેમણે એ બાબતને પણ સ્વીકારી હતી કે વેકસીનના કારણે શરીરમાં આવી કોઈ અસર પેદા ન થઈ શકે. રસીમાં એવા કોઈ તત્વ નથી જેના કારણે શરીરમાં મેગ્નેટિક પાવર ઉભો થાય. પરંતુ નાસિક બાદ સુરતમાં પણ વેકસિન લીધા બાદ વ્યક્તિના શરીરમાં લોહચુંબકીય શક્તિ ઉતપન્ન થતી હોવાના આ કિસ્સાએ લોકોમાં પણ કુતુહલ સર્જ્યું છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud