WatchGujarat. ગેડિયામાં ગુજસીટોકના કુખ્યાત આરોપી હનીફ ખાન ઉર્ફે કાળોને પકડવા ગયેલા પોલીસ કાફલા પર ફાયરિંગ થતા વળતા જવાબ પોલીસના ફાયરિંગમાં આરોપી પિતા - પુત્ર હનીફ ખાન ઉર્ફે કાળો મુન્નો તેમજ મદિન ખાનનું મોત નિપજ્યું છે. આરોપીઓએ બંદૂક વડે ધડાધડ ગોળીઓ છોડતા પીએસઆઈ વી.એન. જાડેજા અને તેમની ટીમે સ્વ-બચાવમાં ફાયરિંગ કર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આરોપી હનીફ ખાન સામે 86 જેટલા ગુનાઓ નોંધાઈ ચુક્યા હતા. જે પૈકી 59 ગુનામાં ફરાર હોવાનું પણ જાણવા મળ્યું છે. ઘટનાને પગલે ઉચ્ચ અધિકારીઓ દોડી ગયા છે, અને સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે.
સુરેન્દ્રનગરના DYSP હિમાંશુ દોશીના કહેવા મુજબ ગુજસીટોક ફરાર આરોપી હનીફખાન ગેડીયા હોવાની બાતમી મળતા માલવણના PSI વી.એન.જાડેજા અને તેની ટીમ આરોપીને પકડવા ગેડિયા ગઈ હતી. પોલીસ ટીમ ત્યાં પહોંચતા જ હનીફ ખાને PSI જાડેજા ઉપર ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યા હતા. અને તેનાં પુત્ર મદિન ખાને પણ ધારીયું લઈ PSI પર હુમલો કરતા તેઓને પીઠનાં ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. બાદમાં PSIને સ્વબચાવ માટે ફાયરિંગ કરવાની ફરજ પડી હતી. જેમાં પિતા હનીફ અને પુત્ર મદિનને ગોળીઓ લાગતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે.
જાણવા મળી રહેલી વિગતો મુજબ આ બનાવમાં અન્ય બે લોકો ઇજાગ્રસ્ત પણ થયા છે. સમગ્ર ઘટના કઈ રીતે બની અને ઘટના ક્રમ શું હતો તે અંગે હાલમાં ઉચ્ચ અધિકારીઓ વધુ તપાસ કરી રહ્યા છે. આ તરફ જ્યાં સુધી ન્યાય નહિ મળે ત્યાં સુધી મૃતદેહોને નહીં સ્વીકારવા પરિવારજનોએ ચીમકી ઉચ્ચારી છે. જેને લઈ અધિકારીઓ દ્વારા સમજાવટનાં પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ઘટનાને પગલે આખા ગામમાં ફફડાટ ફેલાયો છે. અને કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.