– ગઈકાલે વાવાઝોડાનું લેન્ડફોલ થયા બાદ વેરાવળમાં તબાહી સર્જાઈ
– બોટમાં ફસાયેલા તમામને બે કલાકની જહેમત બાદ સલામત બચાવી લેવામાં આવ્યાં


WatchGujarat. ગઈકાલે રાતથી સૌરાષ્ટ્રભરમાં ઠેર-ઠેર તૌકતે વાવાઝોડાનો કહેર જોવા મળી રહ્યો છે. જો કે તંત્રની સતર્કતાને કારણે ઘણી મોટી જાનહાની ટળી છે. પરંતુ વેરાવળમાં ગાંડોતુર દરિયો 5 બોટ ખેંચી જતા 8 લોકો ફંસાયા હતા. જેને ત્યાં હાજર જવાનો દ્વારા બે કલાકની જહેમત બાદ રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. તો બીજીતરફ ઉના નજીકનાં એક ગામમાં નાળિયરી પડતા બેનાં મોત નિપજ્યા હોવાનું જાણવા મળ્યું છે.

જાણવા મળતી વિગત મુજબ ગઈકાલે વાવાઝોડાનું લેન્ડફોલ થયા બાદ વેરાવળમાં તબાહી સર્જાઈ હતી. જેમાં છે. દરિયો એટલો ગાંડોતૂર બની ગયો હતો કે, કાંઠે લાંગરવામાં આવેલી બોટને પણ દરિયામાં ખેંચીને લઈ ગયો હતો. આવામાં વેરાવળના દરિયામાં 5 બોટ ફસાઈ હતી. જેમાં એક બોટ ડૂબી ગઈ હતી, અને અન્ય બે બોટમાં 8 લોકો ફંસાયા હતા. જો કે અંદાજે બે કલાકથી વધુ સમયની જહેમત બાદ આ તમામને સલામત બચાવી લેવામાં આવ્યા હતા.

સ્થળ પર હાજર લોકોના જણાવ્યા મુજબ જેટીમાં તમામ બોટ બાંધેલી હતી. પરંતુ ભારે પવનને કારણે એન્કર- દોરડા તૂટ્યા હતા. જેથી પાંચ બોટ દરિયામાં જતી રહી હતી. પાંચમાંથી એક બોટ દરિયામાં પવનને કારણે ઝોલા ખાતી હતી, જે ક્ષણવારમાં જ ડૂબી ગઈ હતી. આ બોટમાં સવાર લોકો બીજી બોટ પર જતા રહ્યા હતા. તેમજ પોતાનો જીવ બચાવી શક્યા હતા.  જેને બચાવવા માટે એનડીઆરએફ, મામલતદાર, પોલીસ અને કોસ્ટગાર્ડ દ્વારા સંયુક્ત રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. અને કલાકોની જહેમત બાદ તમામને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા.

ઉનામાં નાળિયેરી પડવાના કારણે બે લોકોના મૃત્યુ

બીજીતરફ ઉનામાં ભારે પવન ફુંકાયા બાદ તબાહીના દ્રશ્યો જોવા મળ્યા હતા. અહીંના અંજાર ગામે ભારે મચી તબાહી મચી હતી. જેમાં નાળિયેરી પડવાના કારણે બે લોકોના મૃત્યુ થયા હતા. આ ઘટના રાત્રે બની હતી. પણ વહેલી સવારે ગ્રામજનોને આ વાતની જાણ થઈ હતી. અહીં નાળિયેરી- કેરીના વૃક્ષો થયા ધરાશાયી થયા હતા. જેના કારણે ભારે નુકસાની થઈ છે. ઉનામાં ઠેર ઠેર વૃક્ષો ધરાયાશી થયેલા જોવા મળ્યા હતા. અને કેટલીક જગ્યાએ પાર્ક કરેલા વાહનો ઉપર જ દુકાનોનો કાટમાળ પડતા નુકસાની જોવા મળી હતી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud