• ધોરણ 1 થી 5 માં 1300 શિક્ષકોની ભરતી થશે.
  • એક અહેવાલ અનુસાર સમગ્ર દેશમાં શિક્ષકોની દસ લાખ જગ્યાઓ ખાલી છે.
Gujarat Teacher Recruitment
Gujarat Teacher Recruitment

WatchGujarat. રાજ્યમાં ઘણા સમયથી શિક્ષક બનવાની રાહ જોઈ રહેલા લોકોને લઇને ખુશીના સમાચાર સામે આવ્યા છે. જો તમે સરકારી શિક્ષક બનવા માંગતા હોવ તો આ સમાચાર તમારા માટે છે. રાજ્યની પ્રાથમિક સ્કૂલોમાં શિક્ષકોની અછત પૂર્ણ કરવા નવો આદેશ જાહેર કરવામાં આવ્યો છે. જે રાજ્યમાં શિક્ષકોની ભરતીને લઈને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં પ્રાથમિક સ્કૂલોમાં 3300 શિક્ષકોની ભરતી કરવામાં આવશે.

ધોરણ 1 થી 5 માં 1300 શિક્ષકોની ભરતી થશે. અને ધોરણ 6 થી 8 માં 2000 શિક્ષકોની ભરતી કરવામાં આવશે. જે આગામી બે મહિનાની અંદર ભરતી કરવામાં આવશે. ધોરણ 6 થી 8 માં વિષય પ્રમાણે શિક્ષકોની ભરતી થશે. ગુજરાતી માધ્યમની પ્રાથમિક અને અપર પ્રાયમરી શાળાઓમાં ભરતી કરવામાં આવશે.

એક અહેવાલ અનુસાર સમગ્ર દેશમાં શિક્ષકોની દસ લાખ જગ્યાઓ ખાલી છે. આ જ કારણ છે કે પ્રસ્તાવિત નીતિને ટૂંક સમયમાં કેબિનેટની સમક્ષ રજૂ કરવામાં આવશે. ગુજરાતમાં મોટા પ્રમાણમાં શિક્ષકો તેમજ આચાર્યોની જગ્યાઓ ખાલી છે. ખાસ કરીને શિક્ષણમાં મુખ્ય વિષય ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજીમાં જ શિક્ષકોની મોટી સંખ્યામાં જગ્યા ખાલી રહેતાં વિદ્યાર્થીઓના ભણતર પર મોટી અસર પડી રહી છે, સાથે જ ઘણી સ્કૂલોમાં આચાર્યોની જગ્યા હજુ સુધી પુરાઈ નથી, જેને કારણે સ્કૂલોમાં શિક્ષણનું સંચાલન કરવું અઘરું બન્યું છે.

રાજ્યમાં હજુ 33 જિલ્લામાં આવેલી શાળાઓમાં કુલ 564 આચાર્યની જગ્યા ખાલી છે. જ્યારે મુખ્ય વિષય એવા ગણિત-વિજ્ઞાનના 380 અને અંગ્રેજીના 246 મળીને કુલ 626 શિક્ષકોની જગ્યા ખાલી છે.

મહત્વપૂર્ણ છે કે, રાજ્ય સરકારે બજેટમાં 22 લાખ લોકોને રોજગારી આપવાનો પણ દાવો કર્યો છે. જે રાજ્ય સરકારના લાખોને નોકરી આપવાના અને 10 વર્ષીય ભરતી કેલેન્ડર મુજબ ભરતીના દાવાઓ પોકળ સાબિત થયા છે. ગુજરાત વિધાનસભાના બજેટ સેશનમાં બેરોજગારી અંગે સવાલ પૂછવામાં આવ્યો હતો. આ સવાલમાં સરકારે જણાવ્યુ કે, રાજ્યમાં 3,92,418 શિક્ષિત બેરોજગાર અને 20,566 અર્ધશિક્ષિત બેરોજગાર મળીને કુલ 4,12,985 બેરોજગારો નોંધાયા છે. બે વર્ષમાં 1,777 બેરોજગારોને માત્ર સરકારી નોકરી આપવામાં આવી છે.

રાજ્યના શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે ગુજરાતમાં શિક્ષકોની જગ્યાઓ પર મોટી સંખ્યામાં ભરતી કરવામાં આવશે. રાજ્ય સરકાર ગુજરાતી માધ્યમ (Medium) સિવાય અન્ય શાળાઓમાં 385 શિક્ષકો અને 1થી 5 વર્ગ માટે 1,300 પ્રાથમિક શિક્ષકો (Primary Teachers)ની ભરતી કરશે. તે જ સમયે 6થી 8ના વર્ગ માટે 2 હજાર શિક્ષકોની ભરતી કરવામાં આવશે અને ગુજરાતી માધ્યમ સિવાયની શાળાઓમાં 215 શિક્ષકોની ભરતી કરવામાં આવશે.” શિક્ષણ મંત્રીએ ગુજરાત વિધાનસભામાં બજેટ માંગણીઓ અંગેની ચર્ચામાં ભાગ લઈ આ ભરતી અંગે માહિતી આપી હતી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud